માનસિક અસ્થિર પુત્રએ ફાંસો ખાતા આઘાતમાં મા-બાપે પણ ફાંસો ખાધો

-નવસારીના વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં કરુણ ઘટના

-અગાઉ
પુત્રને આપઘાત કરતા પિતાએ બચાવ્યો હતો, આ વખતે બચાવી નહી શકતા આઘાત લાગ્યોઃ માતા-પિતા,
ભાઇને લટકતા જોઇ પુત્રી ભાંગી પડી

વાંસદા,
બુધવાર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં
મોળાઆંબા ગામે છેલ્લા એક વર્ષથી અસ્વસ્થ યુવાને ફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને અગાઉ
પણ ફાંસો ખાવાની કોશિષ કરી હતી ત્યારે તેના પિતાએ બચાવી લીધો હતો. પણ  આ વખતે પિતા પુત્રને બચાવી ન શકતા આઘાતમાં મરનાર
યુવાનનાં માતા-પિતાએ પણ ફાંસો ખાઈ મોત વ્હાલુ કરતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ
વાંસદા તાલુકાના મોળાઆંબા ગામે રહેતો યોગેશ જતરભાઈ ઘાટાળ (ઉ.વ.૩૧)ને એક વર્ષ પહેલા
ઘણા દિવસો સુધી તાવ આવ્યો હતો. જેનાથી તેના મગજ પર અસર થઈ હતી અને તે ગમે તેમ વાતચીત
કરતો હતો અને કોઈ દિવસ ડુંગર પર પણ જતો રહેતો હતો. ઘણીવાર તેણે ફાંસો ખાઈ આપઘાત કરવાની
કોશિષ કરી હતી. પરંતુ તેના પિતા જતરભાઈ ગોપાલભાઈ ઘાટાળ (ઉ.વ.૫૮)એ તેને બચાવી લીધો હતો.

મંગળવારે સાંજે ૮-૩૦ વાગ્યાથી બુધવારે
સવારે ૧૧-૩૦ કલાક દરમિયાન યોગેશ ઘાટાળે તેના ઘરની બાજુમાં ખેતરમાં આવેલા આંબાના વૃક્ષની
ડાળી ઉપર પ્લાસ્ટીકના દોરડાથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી તેના પિતા જતરભાઈ
ઘાટાળ અને તેની માતા મનકીબેન જતરભાઈ ઘાટાળ (ઉ.વ.૫૬)ને તેમના પુત્રને આ વખતે બચાવી ન
શક્યા હોવાથી આઘાતમાં માતા-પિતાએ એક આંબાના વૃક્ષ પર અલગ-અલગ ડાળી પર પ્લાસ્ટીકનાં
દોરડાથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બુધવારે સવારે ૧૧-૩૦ કલાકે મરનાર યોગેશની ગામમાં
જ લગ્ન કરનારી બહેન રમીલા રાથડએ પિતા જતરભાઈને ફોન કરતા ફોન ઉપાડયો ન હતો જેથી તે તેના
પિયર આવી હતી ત્યાં આવીને તેની નજર આંબાના વૃક્ષ પર પડતા તેના માતા-પિતા ફાંસો ખાધેલી
હાલતમાં જોવા મળ્યા હતા. ત્યાંથી ૨૦-૨૫ ફૂટના અંતરે બીજા આંબા પર તેના ભાઈએ આપઘાત કર્યાનું
દેખાતા સમગ્ર ઘટના બહાર આવી હતી. આ બનાવ અંગે વાંસદા પોલીસ મથકે રમીલા જયેશભાઈ રાથડ
(ઉ.વ.૨૮)એ અકસ્માત મોતનો ગુનો નોંધાવતા વધુ તપાસ વાંસદા સેકન્ડ પીએસઆઈ પી.વી.વસાવાએ
હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s