બેંકમાં મોર્ગેજ હોવા છતા પાની દંપતીએ ફ્લેટ વેચી રૂ. 39 લાખ પડાવી લીધી


– ઠગાયેલા યાર્ન વેપારીએ અરજી કરતા દંપતીએ રૂ. 22 લાખના ચેક આપ્યા જે રિટર્ન થયાઃ ત્યાર બાદ પણ દંપતીએ અન્યને સાટાખત લખી આપ્યો

સુરત
પીપલોદના સારથી એપાર્ટમેન્ટના ફ્લેટ બેંકમાં મોર્ગેજ હોવા છતા અન્યને સાટાખત કરી આપવા ઉપરાંત વેચાણનો સોદો કરી પેમેન્ટ પેટે રૂ. 39 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર કોલસાના વેપારી અને તેની પત્ની વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
ઘોડદોડ રોડના આભુષણ એપાર્ટમેન્ટમાં રહેતા યાર્ન વેપારી તુષાર રજનીકાંત શાહે ફેબ્રુઆરી 2018 માં પીપલોદના સારથી એપાર્ટમેન્ટનો ફ્લેટ નં. 904 કોલસાના વેપારી પુરેન્દ્ર પાની અને તેની પત્ની નિલીમા પુરેનદ્ર પાની (બંને રહે. બી 302, મંગલમ પેલેસ, આગમ આર્કેડની સામે, વુસ) પાસેથી રૂ. 42 લાખમાં ખરીદવાનો સોદો કર્યો હતો. જેના પેટે ટુક્ડે-ટુક્ડે ચેક, રોકડ અને આરટીજીએસથી કુલ રૂ. 39 લાખ ચુકવ્યા હતા. પરંતુ આ અરસામાં તુષાર અને તેની પત્ની ખુશ્બુને જાણવા મળ્યું હતું કે આ ફ્લેટ એચડીએફસી બેંકમાં મોર્ગેજ છે અને તેના ઉપર લોન લેવામાં આવી છે. જેથી વિવાદ થતા તુષારે અરજી કરી હતી. પરંતુ પુરેન્દ્રએ રૂ. 22 લાખ ચુકવવાનું કહી સમાધાન કર્યુ હતું અને અલગ-અલગ રકમના ચાર ચેક આપ્યા હતા. પરંતુ બેંકમાં બેલેન્સ નહીં હોવાથી ચેક રીટર્ન થયા હતા. બીજી તરફ પુરેન્દ્ર અને તેની પત્ની નિલીમાએ આ ફ્લેટ બેંકમાં મોર્ગેજ હોવા છતા શરદ મનોહર ઘરડે નામની વ્યક્તિને સાટાખત કરી આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફ્લેટ બેંકમાં મોર્ગેજ હોવા છતા તેના વેચાણનો સોદો કરી રૂ. 39 લાખ પડાવી લેવા ઉપરાંત અન્યને સાટાખત કરી આપી વિશ્વાસઘાત કરતા ઉમરા પોલીસમાં પાની દંપતી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે પુરેન્દ્રની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s