જેલ જડતી સ્કવોર્ડના લાજપોર જેલમાં દરોડા, એક મોબાઇલ મળ્યો


– લોક સ્ક્રીન, ડબલ સીમનો ફોન જે જાજરૂની બારીમાંથી મળ્યો તે બેરેકમાં 19 કાચા કામના કેદીઃ ફોન FSL માં મોકલાયો

સુરત
લાજપોર મધ્યસ્થ જેલમાં રાજયના જેલ જડતી સ્કોર્ડ દ્વારા દરોડા પાડી ડ્યુલ સીમકાર્ડ વાળો મોબાઇલ ફોન કબ્જે લઇ સચિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.
અમદાવાદ સ્થિત રાજયના જેલ જડતી સ્કોર્ડ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલમાં દરોડા પાડયા હતા. જે અંતર્ગત હવાલદાર વિક્રમસિંહ ઠાકોરને જેલની યાર્ડ નં. એ/7 ની બેરેક નં. 6 માં ડાબી બાજુમાં આવેલા સંડાશની વેન્ટીલેશન બારીમાંથી કેચાડા કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જડતી સ્કોર્ડ દ્વારા મોબાઇલ સંદર્ભે બેરેકમાં કેદ કાચા કામના 19 કેદીઓની પુછપરછ કરી હતી. પરંતુ મોબાઇલ અંગે કેદીઓએ મૌન ધારણ કરી લીધું હતું. જેથી ફોન કબ્જે લઇ તપાસ કરતા તે ડ્યુલ સીમકાર્ડ વાળો ફોન હતો પરંતુ તેમાં સ્ક્રીન લોક હોવાથી જડતી સ્કોર્ડે ફોન એફએસએલમાં મોકલવાની સાથે સચિન પોલીસ મથકમાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે લાજપોર મધ્યસ્થ જેલમાંથી અગાઉ પણ પ્રતિબંધિત એવા મોબાઇલ ફોન ઉપરાંત અન્ય વસ્તુઓ મળી આવી છે અને ફરીયાદ પણ નોંધવવામાં આવી છે. પરંતુ હજી સુધી એક પણ કેસમાં પોલીસ મોબાઇલના વપરાશકર્તા કેદી સુધી પહોંચી શકી નથી. .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s