કાર હડફેટે ઈજાગ્રસ્તને 1.48 લાખ વળતર ચુકવવા ચાલક-માલિકને હુકમસુરત

કારમાલિકે વીમા પોલીસી લીધી ન હોવાથી વળતર ચુકવવાની જવાબદારીમાંથી વીમા કંપનીને ટ્રીબ્યુનલ કોર્ટે બાકાત રાખી

14 વર્ષ પહેલાં મોટર સાયકલ સવાર મિત્રોને હડફેટે લઈ પાછળની સીટ પર બેઠેલા
રત્નકલાકારના પગમાં આવેલી કાયમી ખોડના વળતર પેટે રૃ.2 લાખનું અકસ્માત વળતરની
માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ જજ એમ.એ.ટેલરે અંશતઃ મંજુર કરી રૃા.1.48 લાખ વળતર ચૂકવવા કાર ચાલક-માલિકને હુકમ કર્યો છે.

અમરેલી-સાવરકુંડલાના
વતની તથા ડાયમંડ પોલીસીંગનું કામ કરતાં ફરિયાદી મનુભાઈ બચુભાઈ કથીરીયા
તા.29-7-2007ના રોજ પોતાના મિત્ર પ્રવિણ ગોબારભાઈ કાછડીયા ના મોટર સાયકલ પર પાછળની
સીટ પર બેસીને પુણા શ્યામધામ ચોક પાસેથી પસાર થતાં હતા. ત્યારે રૃતેશ નવિનચંદ્ર
ભટ્ટની માલિકીની સેન્ટ્રો કારના ચાલક વિનુભાઈ પરસોત્તમ ઉકાણીએ બેદરકારીથી ચલાવી
મોટર સાયકલને હડફેટે લેતા પાછળની સીટ પર બેઠેલા મનુભાઈ કથરીયાને પગમાં ગંભીર ઈજા
થતાં કાયમી ખોડ આવી હતી. અરજદાર મનુભાઈ કથીરીયાએ બંને વાહનોના માલિક-ચાલક તથા ઈફકો
ટોકીયો જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી રૃ.2 લાખના અકસ્માત વળતર માંગ્યું હતું. 42 વર્ષીય ફરિયાદી રત્નકલાકાર તરીકે માસિક રૃ.4500 કમાતા હોઈ તેના આધારે ક્લેઇમ કર્યો
હતો. વીમા કંપની તરફે દર્શન શાહે લેખિત દલીલો કરી જણાવ્યું હતું કે
, અકસ્માત સર્જનાર કારના
માલિકે વીમા પોલીસી ઉતરાવી ન હોઈ વળતર ચુકવવાની જવાબદારી તેમની નથી. જેને રેકર્ડ
પરના પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈને ટ્રીબ્યુનલ જજે માન્ય રાખી અકસ્માત
સર્જનાર કાર ચાલક-માલિકને અકસ્માત વળતર ચુકવવા જવાબદાર ઠેરવી  વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત રૃ.1.48 લાખ વળતર
ચુકવવા હુકમ કર્યો હતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s