ઉકાઇ ડેમમાં 53,000 કયુસેક ઇનફલોઃ સપાટી 330 ફૂટની નજીક

– ઉપરવાસમાં
સરેરાશ
1 ઇંચ
વરસાદઃ ઉકાઇથી હથનુર ડેમ વચ્ચેના ભાગોમાં વરસાદથી પાણીની આવક

          સુરત

વિતેલા
24
કલાકમાં ઉપરવાસમાં સરેરાશ
1 ઇંચ વરસાદ ખાબકવાની સાથે જ આજે
દિવસના ઉકાઇ ડેમમાં
53,000 કયુસેક પાણીનો ઇનફલો આવતા જ મોડી
સાંજે સપાટીમાં વધારો થઇને
330  ફૂટની નજીક પહોંચતા જ સતાધીશોના જીવમાં જીવ
આવ્યો હતો. આગામી દિવસોમાં સપાટીમાં બે-ત્રણ ફુટનો વધારો થવાની શકયતા છે.

<

p class=”12News”>ઉકાઇ ડેમના
કેચમેન્ટમાં વિતેલા
24 કલાકમાં ગીધાડે 3.5 ઇંચ,શિરપુર
3 ઇંચ,સરનખેડા, ધૂલીયામાં
2.5 ઇંચ સહિત કુલ 1000 મિ.મિ અને સરેરાશ
1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદ હથનુર ડેમથી ઉકાઇ ડેમના કેચમેન્ટ
વચ્ચે નોંધાયો હોવાથી આજે બપોર થી જ ઉકાઇ ડેમમાં
53,000 કયુસેક
ઇનફલો ઠલવાયો હતો. તો હથનુર ડેમમાંથી
12,000 કયુસેક પાણી છોડાઇ
રહ્યુ છે. ઉકાઇ ડેમના સતાધીશોના જણાવ્યા મુજબ આ વરસાદ ઉકાઇ ડેમથી હથનુર ડેમ વચ્ચેના
વિસ્તારમાં નોંધાયો હોવાથી પાણીનો મોટો જથ્થો આવશે. અને આગામી બે-ત્રણ દિવસમાં સપાટીમાં
બે- ત્રણ ફૂટનો વધારો થશે. ઉકાઇ ડેમમાં ઇનફલો આવતા જ સપાટી વધીને મોડી સાંજે
329.75 ફૂટ થઇ હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s