1.58 કરોડના ડાયમંડ વેચાણ સંબંધી ઠગાઈ કેસના આરોપીના આગોતરા જામીન રદસુરત

વરાછા પોલીસમાં નોંધાયેલા ગુનાઈત ઠગાઈના કેસની તપાસ નાજુક તબક્કામાં હોઈ તપાસ અને સમાજ પર વિપરિત અસર પડે તેવી સંભાવનાનો નિર્દેશ

વરાછા
વિસ્તારમાં ડાયમંડના વેપારીઓ પાસેથી કુલ રૃ.1.58 કરોડના કિંમતના ડાયમંડ વેચાણના
નામે લઈ જઈ પેમેન્ટ કે ડાયમંડ પરત નહીં આપી ગુનાઈત ઠગાઈનો કારસો માં સંડોવાયેલા
આરોપીએ વરાછા પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી કરેલી આગોતરા જામીનની માંગને આજે
એડીશ્નલ સેશન્સ જજ એમ.એ.ટેલરે નકારી કાઢી છે.

વરાછા
વિસ્તારમાં ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી નાનુભાઈ હીરપરાએ હીરા દલાલ
ચતુર પાનસેરીયા મારફતે રૃ.31.22 લાખની કિંમતના તથા અન્ય વેપારીએ કુલ રૃ.1.27 કરોડના મળીને કુલ રૃ.1.58 કરોડના અલગ અલગ વજનના ડાયમંડ આરોપી મયુર મુકેશ ટીંબડીયા
(રે.ચંદ્રકિરણ એપાર્ટમેન્ટ
,વરાછા)ને વેચાણ માટે આપ્યા હતા.પરંતુ નિયત મુદતમાં ડાયમંડ કે પેમેન્ટ પરત
નહીં આપીને આરોપી મયુર ટીંબડીયાએ ફરિયાદી તથા અન્ય વેપારીઓ સાથે કરોડો રૃપિયાના
ડાયમંડ વેચાણ સંબંધી ઠગાઈનો કારસો રચ્યો હતો.જે અંગે ડાયમંડ એસો.ના હોદ્દેદારો
સાથે પણ આ મામલે મધ્યસ્થી કરવાની માંગ કરવા છતાં કોઈ સમજુતી ન થતાં વરાછા પોલીસમાં
ફરિયાદ નોંધાવી હતી.


કેસમાં વરાછા પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી મયુર ટીંબડીયાએ આગોતરા
જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે આરોપીની દલાલ તરીકેની
ભુમિકા હોઈ ફરિયાદીએ દબાણ લાવવાના હેતુથી હાલની દિવાની સ્વરૃપની તકરારને ફોજદારી
સ્વરૃપ આપ્યું હોવાનું જણાવ્યું હતુ.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિગંત તેવારે
તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ મોટી રકમના
ડાયમંડ વેચાણ સંબંધી ઠગાઈ કેસની તપાસ હાલ ચાલુ છે.જેથી હાલના તબક્કે આરોપીને
આગોતરા જામીન આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.જેથી કોર્ટે
હાલ તપાસ ચાલુ હોઈ હાલના તબક્કે કોઈ અનુમાન કે અવલોકન થઈ શકે તેમ ન હોવાનો નિર્દેશ
આપી આરોપીના આગોતરા જામીનની માંગ નકારી કાઢી હતી.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s