સુરત: કાપોદ્રામાં ત્રણ મહિલા સહિત 9 જુગાર રમતા ઝડપાયા


– રોકડા રૂ.20,130 કબજે : એપેડેમિક એક્ટ મુજબ પણ ગુનો નોંધાયો

સુરત,તા.1 સપ્ટેમ્બર 2021,બુધવાર

કાપોદ્રા પોલીસે આઠમ બાદ પણ જુગાર રમતી ત્રણ મહિલા સહિત 9 ને મંગળવારે સાંજે ભક્તિનગર સોસાયટીના એક ઘરમાં છાપો મારી ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.20,130 કબજે કરી તમામ વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં સાતમ અને આઠમના રોજ જુગાર રમતા 500 થી વધુને પોલીસે ઝડપી પાડી રૂ.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આઠમ બાદ પણ જુગાર રમનારાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી ચાલુ રાખી ગતસાંજે કાપોદ્રા પોલીસે ભક્તિનગર સોસાયટી વિભાગ 2, મકાન નં.61 માં રહેતા 60 વર્ષીય રાધાબેન કાનજીભાઇ મકવાણાના ઘરના પહેલા માળે રૂમમાં છાપો મારી રાધાબેન ઉપરાંત તેમના પરિવારની કિંજલ હમીરભાઇ મકવાણા ( ઉ.વ.19 ), ત્યાં જ રહેતી અન્ય મહિલા ગુણીબેન કિશોરભાઇ જાદવ ( ઉ.વ.42), ડ્રાઇવીંગનું કામ કરતો પુત્ર હમીરભાઇ કાનજીભાઇ મકવાણા ( ઉ.વ.41), રત્નકલાકાર મુકેશ વેલજીભાઇ જાદવ ( ઉ.વ.41, રહે.મકાન નં.65, કમલપાર્ક સોસાયટી વિભાગ-2, કાપોદ્રા, સુરત ), રત્નકલાકાર ભાવેશ કિશોરભાઇ જાદવ ( ઉ.વ.27, રહે.મકાન નં.61, ભક્તિનગર સોસાયટી વિભાગ-2, કાપોદ્રા, સુરત ), રત્નકલાકાર મહેશ ખીમજીભાઇ મકવાણા ( ઉ.વ.27, રહે.મ.નં.61, ભક્તિનગર સોસાયટી વિભાગ 2, કાપોદ્રા, સુરત ). રત્નકલાકાર હર્ષદ ખીમજીભાઇ મકવાણા ( ઉ.વ.29, રહે.મકાન નં.80, ભક્તિનગર સોસાયટી વિભાગ 2, કાપોદ્રા, સુરત ) અને રત્નકલાકાર પોપટ ખીમજીભાઇ મકવાણા ( ઉ.વ.31, રહે.મકાન નં.61, ભક્તિનગર સોસાયટી વિભાગ 2, કાપોદ્રા, સુરત ) ને ઝડપી લીધા હતા.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.20,130 કબજે કરી તમામે જુગાર રમતી વેળા માસ્ક પહેર્યું ન હોય અને સામાજીક અંતર પણ રાખ્યું ન હોય એપેડેમિક એક્ટ મુજબ પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s