સુરત: આજે વિશ્વ પત્રલેખન દિવસ: ભુલાતી જતી લેખન કળાને જાગૃત રાખવાનો અનોખો કાર્યક્રમ


– કામરેજની વશિષ્ઠ વિદ્યાલયના 650 વિદ્યાથીઓએ દાદા દાદી કાકા કાકી માતા પિતાને પત્ર લખી વાંચી સંભળાવ્યા

સુરત,તા.1 સપ્ટેમ્બર 2021,બુધવાર

લોકોમાં લેખનકળા જાગૃત રહે તે માટે દર વર્ષે 1 લી સપ્ટેમ્બર ના રોજ જે વિશ્વ પત્ર લેખન દિવસ ઉજવાય છે.તે દિવસને લઈને કામરેજ ની વશિષ્ઠ વિદ્યાલય ના ધોરણ 6 થી 9 ના 650 વિદ્યાથીઓ એ દાદા દાદી, કાકા કાકી માતા પિતાને પત્ર લખી તેમની સામે વાચન કરીને કે બહાર રહેતા હોય તો ફોન પર વચીને દિવસને યાદગાર બનાવ્યો હતો.

મોબાઈલ યુગમાં લેખન પદ્ધત્તિ સાવ ભુલાઈ ગઈ છે ત્યારે દર વર્ષે 1 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ પત્રલેખન દિવસ તરીકે ઉજવવામાં આવે છે . વિશ્વભરના લોકોને પેન ઉપાડવા , કાગળનો ટુકડો પકડવા અને પત્ર લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કામરેજ ની વશિષ્ઠ વિદ્યાલય માં આ દિવસને અનોખી રીતે ઉજવ્યો હતો.આ સ્કૂલના ધોરણ 6 થી 9 ના 650 વિદ્યાથીઓ આ વિશ્વ પત્રલેખન દિવસ માં જોડાયા હતા. જે પરિવારમાં જે વિદ્યાર્થીના દાદા-દાદી સંજોગોવસાત બહાર ગામ રહેતા હોય કે અન્ય પરિવાર સાથે રહેતા હોય તે વિદ્યાર્થીઓએ દાદા – દાદીને લખેલ પત્ર ફોન પર વાંચી સંભળાવ્યો હતો અથવા એ પત્રને પોસ્ટ દ્વારા દાદા દાદીને મોકલી આપવાનો કે અનુકૂળતા હોય તો રૂબરૂ જઈને આપવાનો પ્રેરણાદાયી ઉપક્રમ રચાયો હતો . જેમાં ધોરણ 6 થી 9 નાં 650 જેટલાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

શાળાનું કાર્ય વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવવાનું પણ છે

વિશ્વ પત્રલેખન અંગે શાળાના રમણીકભાઇ ડાવરીયા જણાવે છે કે શાળાનું કાર્ય બાળકોને શિક્ષણ આપવાની સાથે સાથે સારા નાગરિક બનાવવાનું પણ હોય છે . જેથી આપણી સંસ્કૃતિ , સંસ્કારોનું જતન થઇ શકે તેમજ એક ઉમદા સમાજનું નિર્માણ થાય. શ્રી વસિષ્ઠ વિદ્યાલય , વાવનાં ગુજરાતી માધ્યમ દ્વારા થયેલી આ પ્રવૃત્તિ ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાદાયી બની રહી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s