સુરતમાં આઠમનો જુગાર પૂરબહારમાં : 500 થી વધુ 42 લાખની મત્તા સાથે ઝડપાયા


– વરાછા, સરથાણા, કાપોદ્રા, અમરોલીમાંથી સૌથી વધુ પકડાયા

– પુણામાં એક જ સ્થળેથી 13 જણા રોકડા રૂ.2.75 લાખ, 15 મોબાઈલ ફોન, 8 બાઈક, એક કાર મળી કુલ રૂ.9.58 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

સુરત, : સુરતમાં સાતમા-આઠમનો જુગાર રમતા 502 થી વધુ જુગારીઓને પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝડપી પાડી રોકડ, મોબાઈલ, વાહનો મળી કુલ રૂ.42.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્ત્વ ધરાવતા વરાછા, સરથાણા, કાપોદ્રા, અમરોલી વિસ્તારોમાંથી સૌથી વધુ જુગારીઓ ઝડપાયા હતા.

કૃષ્ણ જન્મની સાથે સાતમ અને આઠમના રોજ જુગાર રમવાનું ચલણ વધી રહ્યું છે. તેમાંય સૌરાષ્ટ્રવાસીઓમાં તેનું પ્રમાણ ઘણું વધુ છે. સુરત પોલીસે રવિવાર મોડીસાંજથી મંગળવારે મળસ્કે સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જુગારીઓના રંગમાં ભંગ પાડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્ત્વ ધરાવતા વરાછા, સરથાણા, કાપોદ્રા, અમરોલી વિસ્તારોમાંથી સૌથી વધુ જુગારીઓ ઝડપાયા હતા. વરાછા પોલીસે કુલ 17 સ્થળેથી 112 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.6,72,645 અને રૂ.60 હજારની કિંમતના 12 મોબાઈલ ફોન મળી કુલ રૂ.7,32,645 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમરોલી પોલીસે 11 સ્થળેથી 98 જુગારીને ઝડપી પાડી રૂ. 4,05,380 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સરથાણા પોલીસે 7 સ્થળેથી 46 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.4,36,800 કબજે કર્યા હતા. કાપોદ્રા પોલીસે 4 સ્થળેથી 32 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.1,31,240 કબજે કર્યા હતા.

પાંડેસરા પોલીસે 4 સ્થળેથી 33 જુગારીને ઝડપી પાડી રૂ. 2,28,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉધના પોલીસે 3 સ્થળેથી 20 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.44,640 અને રૂ.29 હજારની કિંમતના 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ.73,640 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કતારગામ પોલીસે 3 સ્થળેથી 26 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.1,38,900 અને રૂ.1.90 લાખના 21 મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,28,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોકબજાર પોલીસે 2 સ્થળેથી 13 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.65,200 અને રૂ.55 હજારની કિંમતના 12 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,20,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સિંગણપોર પોલીસે 2 સ્થળેથી 14 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.68,040 કબજે કર્યા હતા. ગોડાદરા પોલીસે 2 સ્થળેથી 13 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.63,610 અને રૂ.1.35 લાખની કિંમતના 12 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,99,110 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડિંડોલી પોલીસે 2 સ્થળેથી 14 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.1,10,880 અને રૂ.43 હજારની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,53,880 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પુણા પોલીસે 13 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.2.75 લાખ, રૂ.1.31 લાખની કિંમતના 15 મોબાઈલ ફોન, રૂ.2.52 લાખની કિંમતની 8 બાઈક અને રૂ.3 લાખની કિંમતની એક કાર મળી કુલ રૂ.9.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લીંબાયત પોલીસે 3 જુગારીને ઝડપી પાડી રોકડા રૂ.1370 કબજે કર્યા હતા. મહિધરપુરા પોલીસે 5 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.11,020 કબજે કર્યા હતા.સચિન પોલીસે 6 જુગારીને ઝડપી પાડી રોકડા રૂ. 11,770 ની મત્તા, સચિન જીઆઇડીસી પોલીસે 7 જુગારીને રૂ.10,730 ની મત્તા, અને રાંદેર પોલીસે એક ઠેકાણે દરોડા પાડી 18 જુગારીઓને ઝડપી પાડી રૂ.40,190 ની મત્તા કબ્જે લીધી હતી. પીસીબીએ ઉધના વિસ્તારમાંથી 24 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.1,59,960 અને 18 મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,10,960 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કોરોનાનો ખોફ હજુય છે છતાં જુગારના કેસોમાં પોલીસ એપેડેમિક એક્ટ મુજબ ગુનો નોંધવાનું ભૂલી

સુરતમાં સાતમ આઠમનો જુગાર રમનારાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી તો કરી હતી પણ કાપોદ્રા પોલીસ સિવાય એકેય પોલીસ સ્ટેશનના અધિકારીએ જુગારીઓ વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાનું મુનાસિબ માન્યું નહોતું. ઉલ્લેખનીય છે કે સુરતમાં હજુય કોરોનાનો ખોફ છે.

ઘણા સ્થળોએ મહિલાઓ જુગાર રમી પણ પકડાઈ નહી

સાતમ આઠમના જુગારમાં ઠેર ઠેર મહિલાઓ પણ મોટા પ્રમાણમાં જુગાર રમી હતી. પરંતુ અમરોલી પોલીસ સિવાય એકેય પોલીસ સ્ટેશનમાં મહિલાઓ જુગાર રમતી પકડાઈ નથી.અમરોલી પોલીસે ત્રણ મહિલાની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s