જન્માષ્ટમી પર્વ બાદ ગણેશોત્સવ ઉજવવા ગણેશભક્તોમાં થનગનાટ


જોકે,
શાસકો-વિરોધ પક્ષના કાર્યક્રમમાં અનેક લોકો અને શ્રીજીની યાત્રામાં મર્યાદિત સંખ્યાના
નિયમથી ગણેશભક્તોમાં રોષ

સુરત,

સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી બાદ
લોકો ગણેશ ઉત્સવની ઉજવણી માટે ઉત્સાહમાં આવી ગયાં છે. જોકે, ગણેશોત્સવની યાત્રામાં
ભક્તોની સંખ્યા મર્યાદિત જાહેર કરતાં ભાવિક ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો
હવે કોરોનાને ભુલીને ઉત્સવની ઉજવણી કરવા માટે થનગની રહ્યાં છે તો બીજી તરફ સરકાર કેટલાક
નિયંત્રણ જાહેર કરી રહી છે.

ભાજપની જન આર્શિવાદ યાત્રા સાથે
જ સુરત સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ઉત્સવની ઉજવણી નહીં તો વોટ નહીના બેનર લાગ્યા
હતા. ત્યાર બાદ સરકારે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવની મંજુરી આપી પરંતુ યાત્રાના એક વાહનમાં
માત્ર પંદર ભક્તો જ રહેશે તેવી મર્યાદા નક્કી કરી હતી. આ મર્યાદાના કારણે લોકોમાં ભારે
રોષ જોવા મળી રહ્યો છે.  હાલમાં જ ભાજપની જન
આર્શિવાદ યાત્રા સાથે આપ અને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ માટેના કાર્યક્રમ કરવામાં આવી
રહ્યાં છે. આ  કાર્યક્રમમાં વાહનમાં કે રેલીમાં
કોઈ કાર્યકરની સંખ્યા મર્યાદિત કરવામાં આવી નથી. રાજકીય કાર્યક્રમમાં નેતા અને કાર્યકરો
માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના ફરી રહ્યાં છે. આ લોકો માટે સરકાર કોઈ નિયંત્રણ મુકતી
નથી પરંતુ હાલમાં ગણેશ યાત્રામાં વાહનમાં પંદર લોકોની સંખ્યા મર્યાદિત કરી છે. લોકો
આક્રોશપુર્ણ રીતે કહી રહ્યાં છે કે, રાજકારણીઓ વિવિધ કાર્યક્રમ કરી રહ્યાં છે તેમાં
કોવિડના નિયમોનો ભંગ થઈ રહ્યો છે તેમ છતા કોઈ પગલાં ભરાતા નથી.

<

p class=”12News” style=”text-align:justify;”>જ્યારે લોકો લગ્ન પ્રસંગ, અશુભ પ્રસંગ
કે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરે છે તેમાં સરકાર મર્યાદા નક્કી કરે છે આટલું જ નહીં પરંતુ
નિયમોનો ભંગ બદલ તંત્ર કામગીરી પણ કરી રહ્યું છે. લોકો રોષ પુર્વ કહી રહ્યા ંછે કે,  રાજકારણીઓ કાર્યક્રમ કરે અને નિયમોનો ભંગ કરે તો
સંક્રમણ ફેલાતું નથી. પરંતુ પ્રજા કોઈ કાર્યક્રમ કરે કે ઉત્સવની ઉજવણી કરે અને ભેગા
થાય તો સંક્રમણ ફેલાતું હોય તેમ કહી નિયંત્રણ લાદવા સાથે કાર્યવાહી પણ કરવામા આવે છે
જે યોગ્ય નથી. ઔમાન દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ માટે કોઈ એજન્સી તૈયાર નથી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s