બે કરોડનો દંડ અને 160થી વધુ પોલીસ ફરિયાદ છતાં રખડતા ઢોરની સમસ્યા યથાવ્ત


અપુરતો
સ્ટાફ, રાજકીય દખલગીરી, માથાભારે પશુપાલકો દ્વારા થતાં હુમલા અને નબળા નિયમના કારણે
નક્કર કામગીરી થતી નથી

        સુરત,

સુરત મ્યુનિ. તંત્રએ શહેરમાંથી
રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે પાંચ વર્ષમાં બે કરોડથી વધુનો દંડ અને 160થી વધુ
પોલીસ ફરિયાદ કરી હોવા છતાં આજે પણ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે.  અપુરતો સ્ટાફ, કામગીરીમાં રાજકીય દખલગીરી અને કેટલાક
માથાભારે પશુપાલકો દ્વારા સ્ટાફ ઉપર કરવામા આવતાં હુમાલના કારણે નક્કર કામગીરી થતી
નથી.

સુરત શહેરમાં છેલ્લા ઘણાં વખતથી
રખડતા ઢોરની સમસ્યાની ફરિયાદ વધી રહી છે. રખડતા ઢોરના કારણે રોજ અકસ્માત થાય છે પરંતુ
આ સમસ્યા દુર કરવા માટે મ્યુનિ. તંત્ર લાચાર છે. છેલ્લા પાંચ વર્ષમાં રખડતા ઢોરની ફરિયાદ
બાદ બે કરોડથી વધુ રૃપિયાનો દંડ વસુલ્યો છે. સતત પાંચ વખત રખડતા ઢોર પકડાય તો દંડ લઈને
છોડવાના બદલે પાંજરાપોળમાં મુકી દેવાનો નિયમ છે. પરંતુ મ્યુનિ. દ્વારા મેન્યુઅલી કરવામાં
ટેગ પશુપાલકો કાઢી નાંખે છે, તેના કારણે એક જ ઢોર અનેક વખત પકડાયું હોવા છતાં પણ તેની
સામે પહેલી વારનો જ દંડ વસુલવામાં આવે છે. મ્યુનિ.એ રખડતા ઢોરને પકડીને સૌથી વધુ દંડ
વર્ષ 2018-19માં 80.37 લાખ વસુલ્યો છે. જ્યારે ઢોર પકડવાની કામગીરી દરમિયાન સ્ટાફ ઉપર
હુમલા થાય છે, તેની સૌથી વધુ ફરિયાદ વર્ષ 2017-18માં દાખલ કરવામાં આવી હતી.

<

p class=”12News” style=”text-align:justify;”>મ્યુનિ. તંત્ર કહે છે ચોમાસા દરમિયાન
રખડતા ઢોરનો ત્રાસ સૌથી વધુ છે પરંતુ શહેરના અનેક વિસ્તાર એવા છે જેમાં 365 દિવસ રખડતા
ઢોરનો ત્રાસ છે. આ વિસ્તારમાં ઢોર સાથે વાહન ચાલકની ટક્કર થાય તો માથાભારે પશુપાલકો
વાહન ચાલકોને માર મારે છે. મ્યુનિ.ના માર્કેટ વિભાગમાં પુરતો સ્ટાફ નથી અને જે સ્ટાફ
ઢોર પકડવા જાય છે તેની ઉપર સૌથી મોટો ખતરો કેટલાક માથાભારે પશુપાલકો દ્વારા હુમલો કરવામા
ંઆવે તે છે. પાંચ વર્ષમાં સ્ટાફ ઉપર અનેક હુમલા કરાયા પરંતુ 162 વખત પોલીસ ફરિયાદ કરવામાં
આવી છે. આ ઉપરાંત કેટલાક રાજકારણીઓ પણ પશુપાલકોનું ઉપરાણું લઈ ઢોર છોડવવા માટે દબાણ
કરતાં હોવાથી કામગીરી કરી શકતી નથી. આમ તંત્રની નબળી કામગીરીના કારણે શહેરમાં રખડતા
ઢોરની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને વાહન ચાલકો સામે અકસ્માતનું જોખમ સતત રહે
છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s