સુરત શહેર અને જિલ્લાના મંદિરો સહિત લોકોના ઘરે ઉત્સાહ ભેર ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ

કેટલાક સુરતીઓ ત્રણ દિવસથી રજા ભેગી થતાં નજીકના સ્થળો પર પ્રવાસે ઉપડયા : અનેક લોકો કૃષ્ણ જન્મ ઉજવાવા થનગીની રહ્યાં છે

સુરત, તા. 29 ઓગસ્ટ 2021 રવિવાર 

સુરતમાં કોરોનાની એન્ટ્રી બાદ જન્માષ્ટમીનો પહેલો એવો તહેવાર છે જેની ઉજવણી માટે સરકારે મંજુરી આપી છે. ગુજરાત સરકારે તહેવારની ઉજળણીમાં છુટછાટ જાહેર કરાયા બાદ જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે સુરતીઓ થનગની રહ્યાં છે.  

સુરતનો મોટાભાગનો વર્ગ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે થનગની રહ્યો છે તો બીજી તરફ ત્રણ રજા એક સાથે ભેગી થઈ હોવાથી અનેક સુરતીઓ હરવા ફરવાના સ્થળે પહોંચી ગયાં છે. જે રીતે સુરતમા ચહલ પહલ જોવા મળી રહી છે તે જોતાં સુરતીઓ જન્માષ્ટમીનો તહેવાર ભારે ઉત્સાહથી ઉજવે તેવી પુરેપુરી શક્યતા છે.

ગત વર્ષે કોરોનાના કારણે શહેરના મંદિરોમાં કૃષ્ણ જન્માષ્ટમીમાં ભક્તોભેગા થયાં ન હતા. મંદિરોમાં ભક્તો વિના માત્ર પુજારીઓ દ્વારા જ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. ત્યારે વર્ષોથી ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરતાં લોકોએ પણ અન્યોને બેગા કરવાના બદલે ઘર ઘરના પરિવારના સભ્યો સાથે જ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. 

આ વર્ષે જન્માષ્ટમી પહેલા કોરોનાના કેસમાં સતત ધટાડો આવી રહ્યો છે તેના કારણે સરકાર દ્વારા તહેવારની ઉજવણીમાં છુટ આપવામા આવી છે. સરકારે જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં છુટ જાહેર કરતાં સુરતીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે.

ગઈકાલથી જ શહેર અને જિલ્લાના વિવિધ કૃષ્ણ મંદિર અને અન્ય મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી કરવા માટે તૈયારી કરવામાં આવી છે. હાલ શ્રાવણ માસ અને તમા પણ જન્માષ્ટમીનો ઉત્સવ હોય મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. 

શહેરના મોટા કૃષ્ણ મંદિરમાં તો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભારે ઉત્સાહથી થાય છે તેની સાથે સાથે શહેરના અન્ય મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી ઉત્સાહભેર થાય છે. આ મંદિરોમાં ઉજવણી માટે વિવિધ તૈયારી કરવામાં આવી છે.

મંદિરો ઉપરાંત અનેક સુરતીઓ એવા છે જેઓ પોતાના ઘરમાં દર વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરે છે. લોકો ઘરે ઘરે ભગવાન શ્રી કૃષ્ણને નવા વાઘા પહેરાવવા સાથે કેક કાપીને ભજન કિર્તન સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરે છે. 

આ વર્ષે સરાર દ્વારા તહેવારની ઉજવણીમા છુટ આપી છે ત્યાર પછી પહેલો તહેવાર જન્માષ્ટમી આવતો હોવાથી લોકો કોરોના કાળ બાદના પહેલા તહેવારને ઉત્સાહભેર ઉજવા માટે ઉત્સુક બન્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s