સુરત: લસકાણામા ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા લાગેલી આગની ઘટનામાં દાઝેલા યુવાનનું મોત

સુરત, તા. 29 ઓગસ્ટ 2021 રવિવાર

લસકાણા ખાતે બુધવારે મોડી રાત્રે એક રૂમમા ગેસ લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા લાગેલી આગમાં ત્રણ વ્યક્તિઓ દાઝ્યા હતા. દાઝી ગયેલા ત્રણ પૈકી એકનું સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં મોત થયું હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ લસકાણા ખાતે વિપુલનગરમાં આવેલી બિલ્ડિંગમા રહેતો 42 વર્ષીય રામમિલન ગોપાલ નિશાદ ગત તારીખ 25મી મોડી રાત્રે ઘરમાં ગેસના ચુલા પર રસોઈ બનાવતા હતા તે સમયે અચાનક ગેસ લીકેજ થયા બાદ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થત સ્થાનિકો ઘબરાઈ ગયા હતા. બ્લાસ્ટને કારણે આજુ બાજુના રૂમોની દીવાલો ધરાશાઈ થઇ ગઈ હતી. જોકે ત્યાં રસોઈ બનાવતા રામમિલન દાઝી ગયો હતો અને આજુ બાજુના રૂમોમાં રહેતા બે કારીગરો પણ દાઝી ગયા હતા.

ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોની ભીડ એકત્ર થઇ ગઈ હતી 

આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર કર્મીઓનો કાફલો ઘટના સ્થળે દોડી જઈને તાત્કાલિક કામગીરી શરૂ કરવામા આવી હતી.દાઝી ગયેલા અને ઇજા પામેલા કારીગર બાબુલાલ (ઉ.વ.32 ) અને 26 વર્ષીય બિપિન બહેરાને સ્મીમેર હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા 42 વર્ષીય રામમિલનને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે રામમિલનનુ મોત નીપજ્યું હતું. 

નોંધનીય છે કે રામ મિલન મૂળ ઉત્તર પ્રદેશના હમીરપુરનો વતની હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો તેને એક સંતાન છે. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s