GST વિભાગના કડક વલણથી એક વર્ષમાં નવી નોંધણીમાં 54 ટકા ઘટાડો


સુરત

વેપાર ધંધાને ફટકો પડવા સાથે લેભાગુ વેપારીઓને લીધે ઈમાનદાર વેપારીઓને સહન કરવુ ંપડી રહ્યું છે ઃ સી.એ એસોસીએશન

જીએસટીમાં
નવા રજીસ્ટ્રેશનના મુદ્દે કડક વલણ અને નિયમોના પગલે નવા ઉધોગ ધંધાને ફટકો પડવા
પામ્યો છે.વીતેલા એક વર્ષમાં રાજ્યમાં નવી નોંધણીમાં અગાઉ કરતાં 54 ટકાનો ઘટાડો
નોંધાતા સુરત સી.એ.એસોશિયેશન દ્વારા સુક્કા ભેગું લીલું બળે તેમ કેટલાક લેભાગુ
વેપારીઓને લીધે પ્રમાણિક વેપારીઓને સહન કરવું પડતું હોવાનો સુર વ્યક્ત કર્યો છે.

જીએસટી
વિભાગમાં ઉચ્ચ સ્તરેથી આવેલા આદેશના પગલે નવા રજીસ્ટ્રેશન આપવાના મુદ્દે કડક વલણ
અખત્યાર કરવામાં આવતા નવા વ્યાપાર વ્યવસાય શરૃ કરનાર વેપારીઓને ભારે ફટકો સહન કરવો
પડી રહ્યો છે.સુરતના સી.એ.એસોશિયેશન દ્વારા આ મામલે સરકારને લેખિતમાં રજુઆત કરીને
ઈઝ ઓફ ડુંઈંગનું સુત્રને યાદ અપાવ્યું છે.સી.એ.દિપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે બોગસ
બીલીંગના લીધે ઈમાનદાર વેપારીઓને દહેશતમાં રહેવાની જરૃર નથી.જો કે હાલમાં બોગસ
બીલીંગના મામલે નવા રજીસ્ટ્રેશન માટે આકરા વલણના લીધે નવા વેપાર ધંધાર્થીઓના
ઉત્સાહ પર બ્રેક લાગી રહી છે.સમગ્ર રાજ્યમાં વીતેલા એક વર્ષ દરમિયાન નવા
રજીસ્ટ્રેશનના ધસારામાં ઓટ આવીને સીધો ૫૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

સુરતના કરવેરા
નિષ્ણાંત વર્ગમાંથી ઉઠતા સુર મુજબ વેપારી વ્યવસાયીને ધંધાના પ્રારંભ માટે પ્રથમ પગલું
જ નોંધણીનું છે.જ્યારે જીએસટી વિભાગના નોંધણી માટેના કડક નિયમોના પગલે નવા ધંધો શરૃ
કરવા માંગતા લોકોના ઉત્સાહ પર ઓટ આવી રહી છે.અલબત્ત કેટલાક લેભાગુ વેપારીઓને લીધે ઈમાનદાર
વેપારીઓને ભોગવવું પડી રહ્યું છે.

 જીએસટી વિભાગની સ્થળ તપાસણી પર જોરઃ80 વેપારીઓ
મીસમેચમાં બોગસ નીકળ્યા

      સુરત

જીએસટી
વિભાગે બોગસ બીલીંગના આધારે કરોડો રૃપિયાની ઈમ્પુટ ક્રેડીટ ઉસેટનારા લેભાગુ વેપારીઓના
દુષણને ડામવા હવે સ્થળ તપાસણી કરીને વેરીફિકેશનની કામગીરી હાથ ધરી છે.હાલમાં
રીટર્નમાં જીએસટીઆર-1 અને 3બી રીટર્નમાં શંકાસ્પદ વેપારીઓ દ્વારા દર્શાવવામાં
આવેલી ક્રેડીટની રકમને વેરીફિકેશન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં એક કરોડથી વધુ
રકમની ક્રેડીટ મીસમેચ ધરાવતા કેસોમાં સ્થળ તપાસણી હાથ ધરવામાં આવી છે.જેથી જીએસટી
વિભાગની સ્થળ તપાસણીમાં અંદાજે 80 જેટલા વેપારીઓ બોગસ નીકળ્યા છે.જેમાં કેટલાક
કિસ્સામાં વેપારીઓ જ ન મળવાથી માંડીને ધંધાકીય સ્થળના એડ્રેસ પણ બોગસ નીકળ્યા
હોવાનું જાણવા મળ્યું છે.

ઉચ્ચ અધિકારીના બદલીના ભણકારા

       સુરત,શુક્રવાર

સુરત જીએસટી
વિભાગમાં વેપારીઓને પડી રહેલી હાલાકીની બુમરાણ વચ્ચે ઉચ્ચ અધિકારીની બદલીનો ગંજીફો
ચીપવામાં આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.હાલમાં જોઈન્ટ કમિશ્નર તરીકે અતુલ મહેતા પાસે
સુરત સીટીનો ચાર્જ છે.જો કે હાલમાં રજીસ્ટ્રેશન
, રીફંડ સહિત અન્ય એમેન્ડમેન્ટ માટે થતાં વિલંબના
લીધે અન્ય અધિકારીઓને ચાર્જ સોંપાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.અત્રે નોંધનીય
છે કે તાજેતરમાં જીએસટી વિભાગમાં 20 લાખની લાંચના કેસનો મુદ્દો અમદાવાદ કચેરીએ પહોંચવા
સાથે સુરતના બે અધિકારીઓ સામે પણ કોર્ટમાં આ મામલે એફીડેવિટ કરવામાં આવી હોવાની વિગતો
સાંપડી છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s