ASI મહાદેવના વચેટીયા વિપુલ બલર સહિત બેની અપહરણના ગુનામાં ધરપકડ


– સુરત રેન્જમાં માંગરોળમાં ચાલતા બાયોડીઝલ પંપમાં

– પંપને સીલ મરાયું તેની બાતમી જે વ્યક્તિએ આપી હતી તેને ફટકારવા અપહરણ કર્યું પણ સમાન નામધારક ભળતાને ઊંચકી લીધો હતો

સુરત, : સુરત રેન્જમાં ચાલતા બાયોડીઝલ પંપમાં એએસઆઈ મહાદેવના વચેટીયા વિપુલ બલર સહિત બેની અપહરણના ગુનામાં સરથાણા પોલીસે ધરપકડ કરી હતી. માંગરોળમાં બાયોડીઝલ પંપને સીલ મરાયું તેની બાતમી જે વ્યક્તિએ આપી હતી તેને બદલે તેવા જ નામ ધરાવતા લુમ્સના કારખાનેદારનું અપહરણ સવા મહિના અગાઉ કર્યું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત ફેબ્રુઆરી માસમાં બાયોડીઝલના વેપારી પાસેથી રૂ.4.50 લાખની લાંચમાં ઝડપાયેલા એએસઆઈ મહાદેવના વચેટીયા વિપુલ બલર, રાણા મેર, દેવશી આહીર અને અન્ય 8 થી 10 અજાણ્યાએ મોટાવરાછાના લુમ્સના કારખાનેદાર સંજયભાઈ ધીરુભાઈ કુકડીયાનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ સવા મહિના અગાઉ સરથાણા પોલીસ મથકમાં નોંધાઈ હતી. માંગરોળમાં વહીવટી તંત્રએ 22 જુલાઈએ બાયોડીઝલ પંપને સીલ માર્યું હતું. તેની બાતમી સંજય પટેલ નામના વ્યક્તિએ આપી હોવાની જાણ થતા વિપુલ બલર તેને બદલે તેના જેવું જ નામ ધરાવતા લુમ્સ કારખાનેદારનું અપહરણ કરી ગયા હતા.

આ બનાવમાં સરથાણા પોલીસે ગતરોજ ઓઈલનો વેપાર કરતા વિપુલ અશોકભાઇ બલર ( ઉં.વ.40, રહે.ઘર નં.02, પંચામૃત રો હાઉસ, પાસોદરા પાટીયા, કામરેજ, જી.સુરત. મૂળ રહે. શાખપર ગામ, તા.લાઠી, જી.અમરેલી ) અને રાણાભાઇ ભાયાભાઇ મેર ( ઉ.વ.35, રહે. ભરવાડ વાસનો ખાડો,પાસોદરા પાટીયા, તા.કામરેજ, જી.સુરત. મુળ રહે.ઈસવરીયા ગામ, તા.સ્વામીના ગઢડા, જી.બોટાદ ) ની ધરપકડ કરી જામીન મુક્ત કર્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s