નવસારીની મેડિકલ ટીમને નવી સિવિલ ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે

– કોરોનાની
ત્રીજી લહેરની ભીતીથી નવસારીના અધિકારીઓ માર્ગદર્શન માટે સિવિલ હોસ્પિટલ આવ્યા

સૂરત :

સુરત
શહેરમાં કોરોનાની બીજી લહેરમાં અનેકે જીંદગી ગુમાવી અને હવે કોરનાની ત્રીજી લહેર આવવાની
શક્યતા પણ દર્શાવાઇ રહી છે. જેથી નવસારી જિલ્લાના કલેકટર તથા આરોગ્ય અધિકારીઓ સાથેની
ટીમ માર્ગદર્શન મેળવવા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.

<

p class=”12News”>ગત રોજ
નવસારી જીલ્લાના કલેકટર  અમિત પ્રકાશ યાદવ
, જીલ્લા આરોગ્ય અધિકારી,
નવસારી સિવિલના અધિકારી તથા ત્યાંના વિવિધ વિભાગના સિનિયર ડોકટરો,
વાંસદાની હોસ્પિટલના અધિકારીઓ 
સુરત નવી સિવિલ ખાતે આવ્યા હતા. ત્યાં તેમણે કોરોનાની બીજી લહેરમાં સુરતમાં
સારી કામગીરી થવા અંગે ચર્ચા કરી હતી. બાદમાં ત્રીજી લહેરને  પહોચી વળવા માટે  કંઇ તૈયારી કરવી
, દર્દીને
સારવાર આપવા અંગે
, ઓક્સિજન વગેરે બાબતે નવી સિવિલના અધિકારી
તથા સિનિયર ડોકટરો સાથે ચર્ચા કરી હતી. નવસારી ખાતે  ડોકટર સહિત મેડીલક ટીમમાં
5 થી 10 સ્ટાફને 
નવી સિવિલમાં  સિનિયર ડોકટરો
ટ્રેનીગ અને યોગ્ય માર્ગદર્શન આપશે. એવુ સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે
કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s