દુષ્કર્મની ફરિયાદ, સિટી બસ રોકી મુસાફરોની હેરાનગતિ મુદ્દે ઘેરાઇ જતા વિપક્ષનો હોબાળો


વિપક્ષી
નેતાએ કહ્યું, આરોપી સામે ગુનો સાબિત થાય તો કડક સજા કરવામાં આવે, ભાજપ નેતાઓ સામે
બળાત્કારના આક્ષેપ થયેલા છે

સુરત,

 સુરત મ્યુનિ.ની
સામાન્ય સભામાં વિપક્ષના સભ્ય દ્વારા બસ રોકીને મુસાફરોને કરવામાં આવેલી હેરાનગતિ અને
વિપક્ષના કોર્પોરેટરના ભાઈ સામે બળાત્કારની ફરિયાદનો મુદ્દો ઉચકાતા વિપક્ષી સભ્યોએ
હોબાળો મચાવ્યો હતો. જ્યારે વિપક્ષી નેતાએ બળાત્કારનો આરોપ સાબિત થાય તો આરોપીને કડકમાં
કડક સજા થવી જોઈએ તેવી વાત કરી હતી. જોકે, બસના ફીટનેસ સર્ટીફીકેટ માટે બસ રોકનારા
વિપક્ષના કોર્પોરેટરની હરકત સાચી ઠેરવવાનો પ્રયાસ કેટલાક સભ્યોએ કર્યો હતો.

મહિલા કોર્પોરેટર નેન્સી શાહે શહેરમાં
બળાત્કારની ઘટના વધી રહી છે તેમાં પણ વિપક્ષના કોર્પોરેટરના ભાઈ સામે બળાત્કારની ફરિયાદ
થઈ તે દુઃખદ વાત છે. આવું કહેતાની સાથે જ આપના મહિલા કોર્પોરેટર સહિત કેટલાક કોર્પોરેટરોએ
પુરાવા માગ્યા હતા. તેના જવાબમાં કહેવાયું હતું કે, એફ.આઈ.આર. દાખલ થાય તે જ મોટો પુરાવો
છે. છતા વિપક્ષના કેટલાક કોર્પોરેટરો આપના કોર્પોરેટરના ભાઈના સમર્થનમાં હોબાળો મચાવ્યો
હતો. જ્યારે વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું હતુ ંકે, બળાત્કાર એ ગંભીર બાબત છે
અને અમે પણ વખોડીએ છીએ. અમે તમામ 27 કોર્પોરેટરો ઓન રેકર્ડ કહીએ છીએ કે જો આરોપી સામે
ગુનો સાબિત થાય તો કડકમાં કડક સજા થવી જોઈએ. આ સાથે તેમણે ભાજપના નેતાઓ સામે થયેલા
બળાત્કારના આક્ષેપોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

<

p class=”12News” style=”text-align:justify;”>શાસક પક્ષ નેતા અમિત રાજપુતે ઝીરો
અવર્સની ચર્ચામાં આપના સભ્ય ધર્મેન્દ્ર વાલીયા દ્વારા સિટી બસ રોકીને ફિટનેસ સર્ટિફિકેટ
માંગવામાં આવ્યા અન ેમુસાફરોન ેઉતારી દેવાયા તે ઘટના ઘણી જ ગંભીર છે. તે માટે તેઓ બસ
ડેપો કે કોન્ટ્રાકટરનો સંપર્ક સાધી શક્યા હોત. આવી રીતે મુસાફરોને હેરાન ન કરવા જોઈએ.
જોકે, આ ઘટનાને સાચી ઠેરવવા કેટલાક કોર્પોરેટરોએ બસ અટકાવીને મુસાફરોને ઉતારી મુકવાની
ઘટનાને યોગ્ય ગણાવી હતી. સભામાં શાસક પક્ષના કોર્પોરેટરોએ વિપક્ષની દુઃખતી રગ પર હાથ
મુકી દેતાં અકળાયેલા વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s