જૂનાગઢના યુવાને સુરત રેલવે સ્ટેશન પાસેના ગેસ્ટ હાઉસમાં આપઘાત કર્યો

– છેલ્લા
કેટલાક સમયથી તે પાસોદરા ખાતે પિતરાઇ ભાઇને ઘરે રહેતો હતો
: આપઘાતનું કારણ જાણી શકાયુ
નથી

        સુરત :

જૂનાગઢનાં૨૬
વર્ષના યુવાને ગઈકાલે સુરત રેલ્વે સ્ટેશન પાસેના ગેસ્ટ હાઉસમાં  ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા બાલાગામમાં રહેતા
26 વર્ષના હરિદીપ
મોહનભાઈ રૃપાવટીયા ગઈ તા.
25 મીએ બપોરે સુરત રેલ્વે સ્ટેશન પાસે
મુરલીધર ગેસ્ટ હાઉસનાં  રૃમમાં રોકાયો હતો.
ગઇકાલે બપોરે તેના રૃમમાંથી દુર્ગંધ આવતી હોવાથી ગેસ્ટહાઉસના સ્ટાફે દરવાજો ખખડાવ્યો
હતો. પણ અંદરથી કોઈ જવાબ નહી આપતા દરવાજાને ધક્કો મારતા ખુલી ગયો હતો.  ત્યારે હરિદિપ પલંગ પર ઉંઘતા સુતેલી હાલતમાં મળી
આવ્યો હતો. શંકા કુશંકા જતા પોલીસ અને
108 એમ્બ્યુલન્સને જાણ
કરી હતી. તેની પાસેથી  ઝેરી દવા પણ મળી આવી
હતી.  પોલીસ સુત્રો એ કહ્યુ કે હરદિપ લાંબા
સમયથી જુનાગઢ થી સુરતના પાસોદરા  ખાતે  પિતરાઇ ભાઇના ઘરે  રહેતો હતો. તે 
છુટક કામ કાજ કરતો હતો. તેના માતા- પિતા વતનમાં રહે  છે.  તેણે
ક્યા કારણસર   ઝેરી દવા પીને આત્મ હત્યા કરી  હતી.જે તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે
.   આ અંગે મહિધરપુરા પોલીસે તપાસ હાથ
ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s