જન્માષ્ટમીમાં વતન જવા મુદ્દે રકઝકમાં વરાછામાં યુવતીનો આપઘાત


– સુરતમાં
ચાર વ્યકિતના આપઘાત

– સચીનમાં
તરૃણે
ઉધનામાં  અને ગોડાદરાના યુવાને વિવિધ કારણોસર આત્મહત્યા કરી
જીવન ટુંકાવ્યુ

        સુરત :

સુરતમાં
આપઘાતની ચાર ઘટનામાં વરાછાની યુવતી
,
સચીનના તરૃણઉધનાનો યુવાન અને ગોડાદરાના યુવાને આત્મ હત્યા કરીને  મોતને વ્હાલુ કર્યુ હતુ.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછાના ભગુનગર પાસે વર્ષા સોસાયટીમાં રહેતી
18 વર્ષીય નેહા મનસુખભાઇ
ડાભીએ ગુરૃવારે રાતે ઘરમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ
હતુ. પોલીસ સુત્રોએ કહ્યુ નેહા મુળ ભાવનગરના ગારીયાધારની વતની હતી.  તેના માતા પિતા વચ્ચે ઝઘડો ચાલતો હતો. તે દરમિયાન
જન્માષ્ટમીમાં વતન જવા મુદ્દે રકઝક થઇ હતી. જેમાં તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ
હોવાની શકયતા છે. તેના બે ભાઇ છે. તેના પિતા રત્નકલાકર તરીકે કામ કરે છે.

બીજા
બનાવમાં સચીનમાં પારડી ખાતે  અંબિકાનગર
સોસાયટીમાં રહેતો
17 વર્ષીય અનુરાગ હરેન્દ્ર યાદવે ગુરૃવારે ઘરમાં લોખંડના એંગલ સાથે કપડુ
બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તે મુળ ઉતરપ્રદેશના મહુનાનો વતની હતો. થોડા
દિવસ પહેલા તેના પિતાનું અવસાન થયુ હતુ. જયારે તેને યોગ્ય કામ ધંધો મળતો ન હતો.
આવા સંજોગમાં સતત ટેન્શનમાં રહેતો હોવાથી આ પગલુ ભર્યુ હતુ. તેના માતા નોકરી કરે
છે. ત્રીજા બનાવમાં ઉધનામાં વિકાશ કોલોનીમાં રહેતો
26 વર્ષીય
દિપક પ્રમોદ રાઠોડે આજે સવારે ઘરમાં છતના અંેગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો આત્મ
હત્યા કરી હતી. તે છેલ્લા ઘણા સમયથી ટી.બીની બિમારીથી પીડાતો હતો.તેને છેલ્લા એક
માસથી વધુ તકલીફ થતા કંટાળી જઇને આ પગલુ ભર્યુ હતુ. ચોથા બનાવમાં ગોડાદરામાં
સાંઇધામ સોસાયટીમાં રહેતો
25 વર્ષીય પંકજ શિવકુમાર ચતુવૈદીએ
આજે સવારે ઘરે ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ હતુ. તે નોકરી કરતો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s