સુરત: શહેરમાં 85 હજારથી વધુ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ જ લીધો નથી

સુરત,તા.27 ઓગષ્ટ 2021,શુક્રવાર

સુરતમાં પ્રથમ ડોઝનું 80 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે અને અત્યાર સુધી 8,52,568 લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે. જો કે 85000 થી વધુ લોકો એવા પણ છે જેમણે વેક્સિનનો બીજો ડોઝ સમય વીતી ગયો હોવા છતાં લીધો નથી.

રાજ્યમાં અત્યાર સુધી 4,31,68,497 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જો કે સુરત શહેરમાં રસીના બંને ડોઝ લીધા હોય તેવા લોકોની વાત કરીએ તો તે સંખ્યા માત્ર 25 ટકા જ છે. એકતરફ શહેરના લોકોની વેક્સિનના બીજા ડોઝને લઈને બેદરકારી સામે આવી છે તો બીજી તરફ એવા પણ લોકો છે જે જેઓ ડોઝ લેવા તો ગયા હતા પરંતુ લાંબી લાઈનને કારણે તેમના ધંધા-રોજગારને અસર થતા તેઓ જાજો સમય કાઢી શક્યા ન હતા. જો કે વેક્સિનેશનના મહાઅભિયાનને પગલે સુરતમાં દીવાળી પહેલાં મહાનગર પાલિકા દ્વારા 33 લાખ લોકોને વેક્સિન આપવાની કવાયત હાથ ધરાશે. પાલિકા ટાર્ગેટ પૂરો કરવા માટે ‘નોક ધ ડોર’ કેમ્પેન પણ શરૂ કરશે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેને ઘરે જઈને રસી લેવા માટે સમજાવવામાં આવશે. 

મનપાના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે કહ્યું કે ,સુરત કોર્પોરેશન વિસ્તારમાં 33,52,000 જેટલી એલિજેબલ વસ્તીને વેક્સિનેટ કરવાના હતા જેમાંથી 26,82,000 લોકો એટલે કે 80 ટકા જેટલા લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સાથે 9,00,000 જેટલા લોકોને સેકન્ડ ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સેકન્ડ ડોઝના જે 85 થી 90 હજાર લોકોના ડોઝ 84 દિવસ કરતાં ઉપર થઈ ગયા હોવા છતાં લેવાયા નથી એ તમામને એસએમએસ અથવા મોબાઇલથી જાણ કર્યા બાદ સર્વલન્સ વર્કર દ્વારા તેઓના ઘરે જઈને પણ જાણ કરવામાં આવશે. અને નજીકના વેકસિન સેન્ટરોને માહિતગાર કરીને વેક્સિન વિશે સમજવાનો પ્રયત્ન સુરત કોર્પોરેશન કરી રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s