સુરતના ચકચારી રાજદ્રોહ કેસમાં પાસના આરોપી નેતાઓ કોર્ટમાં હાજર


સુરત

હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા વિપુલ, ચિરાગ દેસાઇ કોર્ટમાં હાજરઃ 20 સપ્ટેમ્બરથી કેસ કાર્યવાહી શરૃ થવાની શક્યતા

પાટીદાર
આંદોલન દરમિયાન સુરતના અમરોલી પોલીસમાં નોંધાયેલા ચકચારી રાજદ્રોહના ગુનાઈત
કારસામાં પાસના આરોપી નેતા હાર્દિક પટેલ
, અલ્પેશ કથીરીયા સહિત અન્ય આરોપીઓ આજે કેસ
કાર્યવાહીની મુદતમાં લાંબા સમય બાદ સુરત સેશન્સ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા.

આજથી
પાંચ-છ વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતના અમરોલી પોલીસ મથકમાં
નોંધાયેલા રાજદ્રોહના ગુનામાં પાસના આરોપી નેતા હાર્દિક પટેલ
, વિપુલ તથા ચિરાગ દેસાઈ,અલ્પેશ કથીરીયા વગેરે આજે સુરત સેશન્સ કોર્ટની કેસ કાર્યવાહીની મુદતમાં
હાજર રહ્યા હતા.લાંબા સમય બાદ સુરતના બહુચર્ચિત એવા રાજદ્રોહના કેસની કાર્યવાહીમાં
ચાર્જશીટ બાદ શરતી જામીન મુક્ત થયેલા પાસના આરોપી નેતાઓએ ન્યાયિક કેસ કાર્યવાહીની
મુદતમાં એકી સાથે કોર્ટમાં હાજર રહ્યા હતા.અલબત્ત કોર્ટે આગામી તા.20મી સપ્ટેમ્બર
સુધી રાજદ્રોહના કેસની કાર્યવાહી મોકુફ રાખી આગામી કોર્ટ કેસની મુદતમાં આરોપીઓને
હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો.

જેથી
આજે સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ 
નયન સુખડવાલાએ લાંબા સમયથી આ કેસની ન્યાયિક કાર્યવાહીનો પ્રારંભ થવાના
સંકેત આપીને આગામી તા.20મી સપ્ટેમ્બર ના રોજ સરકારપક્ષના ચાર જેટલા પંચ સાક્ષીઓને
સમન્સ ઈસ્યુ કરવા માંગ કરી હતી.જેથી છેલ્લાં પાંચ- છ વર્ષ પહેલાં નોંધાયેલા
રાજદ્રોહના કેસ કાર્યવાહી સંભવિત તા.20મી સપ્ટેમ્બરના રોજ શરૃ થવાની સંભાવના
વર્તાઈ રહી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s