રમવા જવાનું કહી નીકળેલો ધો. 9નો વિદ્યાર્થી અને મિત્ર મુંબઇ પહોંચી ગયા


– અમરોલીના પરિવારનો પુત્ર મોડી સાંજ સુધી પરત નહીં આવતા તપાસ કરી તો મિત્ર પણ ગૂમ હતો, મોબાઇલથી થાણે લોકેટ થયા

સુરત
અમરોલીના જસમીન પાર્ટી પ્લોટ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારનો ધો. 9માં અભ્યાસ કરતો તરૂણ મિત્ર સાથે રમવા ગયા બાદ બંને ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા પોલીસ અને પરિજનો દોડતા થઇ ગયા છે. પોલીસે મોબાઇલ લોકેશનના આધારે હાથ ધરેલી તપાસમાં તેઓ મુંબઇ-થાણે વિસ્તારમાં હોવાનું જાણવા મળતા તે દિશામાં શોધખોળ શરૂ કરી છે.
વરાછા ભવાની સર્કલ સ્થિત ડાઇંગ મીલમાં નોકરી કરતા રાજેન્દ્રપ્રસાદ રમાકાંત સોનકર (ઉ.વ. 42 મૂળ રહે. મેજા, તા. માંડા, જિ. ઇલ્હાબાદ, યુ.પી) અમરોલીના જસમીન પાર્ટી પ્લોટ નંજીક રૂદ્વાક્ષ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. ગત રોજ રાજેન્દ્રનો સ્થાનિક વિસ્તારની જ્ઞાનદીપ સ્કુલમાં ધો. 9માં અભ્યાસ કરતો પુત્ર વિકાસ (ઉ.વ. 14) સ્કુલેથી ઘરે આવ્યા બાદ 1 વાગ્યાના અરસામાં મિત્ર અભિષેક સાથે રમવા ગયો હતો. સાંજે 5.30 વાગ્યે રાજેન્દ્ર ઉઠયો ત્યારે પત્ની સીતાદેવીને વિકાસ કયાં છે તેવું પુછ્યું હતું. સીતાદેવીએ રમવા ગયા બાદ તે ઘરે આવ્યો નથી એમ કહેતા તુરંત જ વિકાસની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ વિકાસનો કયાંય પત્તો મળ્યો ન હતો. બીજી તરફ વિકાસ જે મિત્રના ઘરે રમવા જવાનું કહીને ગયો હતો તે અભિષેક પણ ઘરેથી ગુમ હોવાથી તેઓ બંને સાથે ગયા હોવાની આશંકા છે. પોલીસે અભિષેકના મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતા તેઓ આજે વ્હેલી સવારે 3.30 વાગ્યાના અરસામાં મુંબઇ-થાણે વિસ્તારમાં હોવાનું જાણવા મળતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s