તલંગપોર-ઉંબેરમાં સોલીડ વેસ્ટના નિકાલ માટે જમીન નહીં ફાળવવા કલેકટરને રજુઆતસુરત

કાંઠા વિભાગ સંઘર્ષ સમિતિનો વિરોધનો સૂરઃ અહી કચરાનું ડમ્પીંગ ગામલોકોના સ્વાસ્થ્ય, કાંઠા વિસ્તારના પર્યાવરણ માટે જોખમી


સુરત
મ્યુ.કોર્પોરેશન દ્વારા ઉંબેર-તલંગપોર ખાતે સોલીડ વેસ્ટના નિકાલ માટે સુચિત જગ્યા ફાળવવાની
માંગના વિરોધમાં આજે કાંઠ વિભાગ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ઉંબેર ગામ વાસીઓએ ઉગ્ર વિરોધ
વ્યક્ત કરીને સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

ખજોદ
ગામ ખાતે ડ્રીમ સીટી લિમિટેડના વિકાસના કારણે ખજોદથી હાલની સોલીડ વેસ્ટ  સાઈટને ખસેડવાની હિલચાલ ચાલી રહી છે. તે માટે
તલંગપોર-ઉંબેરમાં વેસ્ટ ડમ્પીંગ સાઇટ બનાવવાની તજવીજનો ગામલોકોએ વિરોધ કર્યો છે.
કલેકટરને આવેદનપત્રમાં રજૂઆત કરી છે ક
ચોર્યાસી તાલુકાના દરિયાકાંઠાના
ગામોના કિનારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટીફિકેશન લાગુ છે. તે અંતર્ગત સીઆરઝેડ કે
એનડીઝેડ વિસ્તારમાં ઘન કચરાનો નિકાલ પ્રતિબંધિત છે.


વિસ્તાર નિચાણવાળા તથા મીંઢોળા નદીના પુરના મેદાનનો વિસ્તાર પણ છે તે ધ્યાને લેવું
જરુરી છે. આ વિસ્તારમાં ઘનકચરાના નિકાલ થાય તો ગામના લોકોનું સ્વાસ્થ્ય અને કાંઠા
વિસ્તારના પર્યાવરણ માટે જોખમકારક બને તેમ છે. આ સિવાયના સરકારી જમીનોનો વિસ્તાર
પશુઓ માટે ચરિયાણ તરીકે ઉપયોગમાં લેવાય છે. સચીન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીએ પણ આ અંગે
મ્યુનિ. કમિશ્નર સમક્ષ વિરોધ નોંધાવેલો છે. સામાન્ય રીતે આ વિસ્તારની જમીન પર
ઔધોગિકરણ નિયત ધોરણ 45 ટકાથી વધુ ન હોવું પણ આ વિસ્તારમાં 70 ટકા થયું છે. જેથી
કાંઠા વિસ્તારના લોકોના પશુપાલન
,મત્સ્ય ઉધોગ,ખેતીની જમીન સહિતના વ્યવસાયને મોટું
નુક્સાન થાય તેમ છે.

જો આ
લેન્ડ ફીલ્ડ સાઈટ ડેવલપ થાય તો દરિયામાં આવતી ભરતી કે મીંઢોળા નદીના પાણીને મોટી
અસર કરે તેમ છે. સચીન જીઆઈડીસી સહિતના વિસ્તારોનું પાણી મીંઢોળા નદીમાં ઠલવાતું
હોઈ પાણી અવરોધાતા ગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય તેમ છે. બીજી તરફ ડાયમંડ
બુર્સથી ઉંબેર ગામનું અંતર ત્રણ કીમી જેટલું હોઈ સુચિત ડમ્પીંગ સાઈટથી ડાયમંડ
વ્યવસાયને નુકસાન થાય તેમ છે. તદુપરાંત આ વિસ્તારમાં મેંગ્રોવ્ઝના વૃક્ષોને
,સચીન જીઆઈડીસીમાં કામ
કરતાં કારીગરોને પણ સ્વાસ્થ્ય પર અસર કરે તેમ છે. ડમ્પીંગ સાઈટ અહી બનાવાશે ઉગ્ર
આંદોલન કરવાની ચીમકી પણ અપાઇ છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s