ડિંડોલીમાં સાડાચાર વર્ષની બાળાને બાથરૂમમાં લઈ જઈ યુવાનનું દુષ્કર્મ


– શ્રમિકની પુત્રીને 22 વર્ષનો યુવાન બિસ્કીટ આપવાના બહાને લઈ ગયો

– રાતે બાળાએ જાણ કરી પણ પિતાએ બદનામીના ડરે ફરિયાદ કરી નહીં પણ બીજા દિવસે નરાધમ નજરે પડતા ગુસ્સામાં મારવા દોડયા બાદ મામલો પોલીસમાં

સુરત, : સુરતના ડિંડોલી વિસ્તારમાં એક મકાનમાં કલરકામ કરવા આવતા 22 વર્ષના યુવાને બુધવારે સવારે સામે રહેતા શ્રમજીવીની સાડા ચાર વર્ષની બાળકીને બિસ્કીટ આપવાના બહાને બોલાવી બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બનાવ બાદ દાદીને જાણ કરતા તેમણે યુવાનને ઠપકો આપ્યો હતો. બાળકીએ રાત્રે પિતાને પણ જાણ કરી હતી. પરંતુ બદનામીની બીકે તેમણે પણ ફરિયાદ કરી નહોતી. જોકે, આજે સવારે યુવાનને જોતા તેમને ગુસ્સો આવ્યો હતો અને મારવા જતા હતા ત્યારે ભાઈએ અટકાવી પોલીસને જાણ કરતા પોલીસે યુવાનને ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવીની સાડા ચાર વર્ષની બાળકી રાખી ( નામ બદલ્યું છે ) ગત સવારે 10.15 કલાકે ઘરની બહાર રમતી હતી ત્યારે સામેના મકાનમાં છેલ્લા કેટલાક દિવસથી કલરકામ માટે આવતાતો ગોલુ રામમિલન યાદવ ( ઉ.વ.22, રહે.168, જગદંબા નગર, સી.આર.પાટીલ રોડ, ડિંડોલી, સુરત ) તેને બિસ્કીટ આપવાના બહાને મકાનમાં લઈ ગયો હતો અને બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. રાખી રડતી રડતી બહાર આવી હતી અને દાદી પાસે જઈ હાથથી ઈશારો કરી ગોલુને બતાવી હકીકત જણાવી દુઃખાવાની પણ ફરિયાદ કરી હતી. દાદીએ ગોલુને ઠપકો આપતા તેણે મારાથી ભૂલ થઈ છે, હવે બીજીવાર આવી ભૂલ નહીં કરું તેમ કહેતા દાદીએ બનાવની કોઈને જાણ કરી નહોતી.

દરમિયાન, ગતરાત્રે શ્રમજીવી જમી પરવારીને રાખીને રમાડતો હતો ત્યારે રાખીએ તેને સમગ્ર બનાવની વાત કરી હતી. શ્રમજીવીએ પણ દિકરીને પાછળથી કંઈક થશે તો? સમાજમાં બદનામી થશે તો? તેમ વિચારી ફરિયાદ કરી નહોતી. જોકે, આજે સવારે ગોલુ કામ પર આવતા તેને જોઈ શ્રમજીવીને ગુસ્સો આવ્યો હતો અને તેને મારવા જતા હતા ત્યારે ભાઈએ અટકાવી પૂછતાં તેને હકીકત જણાવી તો તેણે 100 નંબર પર જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી ડિંડોલી પોલીસે રાખીનું તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ ગોલુ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s