ઇચ્છાપોરના સ્ટોરમાં છુપાઇને 1.63 લાખની ચોરી કરનાર કર્મચારી ઝડપાયો


– વતનમાં મામા મરી ગયા છે કહી રજા લીધા બાદ સાંજ સ્ટોરમાં ઘૂસી છુપાઇ ગયો અને સ્ટોર બંધ થયા બાદ ચોરી કરી

સુરત
હજીરા રોડના ઇચ્છાપોર ગામના બસ સ્ટેન્ડ પર કલ્પતરૂ જનરલ સ્ટોર્સમાં મોંઢા પર રૂમાલ બાંધી ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશી સીસીટીવી બંધ કરી રૂ. 1.63 લાખની મત્તા ચોરી કરનાર દુકાનના કર્મચારીને ઇચ્છાપોર પોલીસે વતનથી ઝડપી પાડી 1 દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.

હજીરા રોડ સ્થિત ઇચ્છાપોર ગામના બસ સ્ટેન્ડ નં. 3 પર આવેલા કલ્પતરૂ જનરલ સ્ટોર્સમાંથી રોકડ અને મોબાઇલ ફોન મળી રૂ. 1.63 લાખની ચોરી થઇ હતી. દુકાનના સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં મામાનું મોત થયું હોવાનું કહી 9 ઓગષ્ટે રજા લઇને જનાર દુકાનનો કર્મચારી શ્રવણકુમાર પ્રેમારામ બિસ્નોઇ (ઉ. વ. 25 હાલ રહે. વિષ્ણુનગર સોસાયટી, ઇચ્છાપોર) 17 ઓગષ્ટે મોંઢા પર રૂમાલ બાંધી ગ્રાહકના સ્વાંગમાં આવી ધાબા પર છુપાઇ ગયા બાદ રાત્રે પુનઃ દુકાનમાં આવી ચોરીનો કસબ અજમાવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઘટનામાં પોલીસે શ્રવણકુમારને તેના વતન રાજસ્થાનના બાડમેરના ચૌટન તાલુકાના બૈકીકિતનોરીયા ગામેથી ઝડપી પાડી રૂ. 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે એક મોબાઇલ વેચી દીધો હોવાથી તે રીકવર માટે કોર્ટમાં રજૂ કરી 1 દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s