સુરત: રૂ.53 લાખનું કાપડ ખરીદી પિતા-પુત્ર પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર


– રીંગરોડના વેપારી પાસેથી સાત વર્ષ અગાઉ ખરીદેલા કાપડના પૈસા ચુકવવાને બદલે સલાબતપુરા કુંદન હાઉસમાં દુકાન ધરાવતા ચશ્માવાલા પિતા-પુત્રએ હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

સુરત,તા.26 ઓગષ્ટ 2021,ગુરુવાર

સુરતના રીંગરોડના વેપારી પાસેથી સાત વર્ષ અગાઉ ખરીદેલા કાપડના રૂ.53 લાખ ચુકવવાને બદલે સલાબતપુરા કુંદન હાઉસમાં દુકાન ધરાવતા ચશ્માવાલા પિતા-પુત્રએ હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે અરજીના આધારે પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા ખાંડબજાર રેલવે પોલીસ લાઈન પાછળ સંતોકબા સોસાયટી ઘર નં.3 માં રહેતા 44 વર્ષીય વિપુલભાઇ મનસુખભાઇ ભાદાણી રીંગરોડ જશ માર્કેટ દુકાન નં.1012 માં દયારામ સિલ્ક મીલ્સ પ્રા.લી. તથા ભાદાણી ટેક્ષ નામે કાપડનો વેપાર કરે છે. સલાબતપુરા કુંદન હાઉસમાં પહેલા માળે અલમાસ ટેક્ષટાઇલના નામે કાપડનો વેપાર કરતા પિતા-પુત્ર આસીફ ચશ્માવાલા (મેમણ) – અરબાઝ ( બંને રહે.5,6,7, ગાર્ડન સોસાયટી, ધનમોરા કોમ્પલેક્ષની બાજુમાં, અડાજણ પાટીયા, સુરત ) એ ગત 9 એપ્રિલ 2014 થી 21 ફેબ્રુઆરી 2015 દરમિયાન દયારામ સિલ્ક મીલ્સ પ્રા.લી. માંથી રૂ.27,84,922 ની મત્તાનું અને ભાદાણી ટેક્ષમાંથી 11 ડિસેમ્બર 2014 થી 28 ફેબ્રુઆરી 2015 દરમિયાન રૂ.25,18,130 ની મત્તાનું મળી કુલ રૂ.53,03,052 નું કાપડ ખરીદયું હતું.

જોકે, નિર્ધારીત સમયગાળામાં પેમેન્ટ ચુકવવાને બદલે પિતા-પુત્રએ વિપુલભાઈએ પેમેન્ટની માંગણી કરતા તેમને હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. ઉઠમણું કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ વિપુલભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s