સુરત: પાર્લેપોઇન્ટની રેડીમેઇડ કપડાની દુકાનમાંથી રૂ. 5.86 લાખની ચોરી


– દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશી ચોરીનો કસબ અજમાવ્યો, સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઇ

સુરત,તા.26 ઓગષ્ટ 2021,ગુરૂવાર

શહેરના પાર્લેપોઇન્ટ વિસ્તારના પથિક એપાર્ટમેન્ટમાં આવેલી રેડીમેઇડ ગાર્મેન્ટની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો શટરનું તાળું તોડી લેડીઝ અને જેન્ટ્સ વેર મળી કુલ રૂ. 5.86 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

શહેરના પાર્લેપોઇન્ટ સ્થિત પથિક એપાર્ટમેન્ટમાં આવેલી પુનિત એન્ટરપ્રાઇઝ નામની રેડીમેઇડ કપડાની દુકાનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશી અલગ-અલગ કંપનીના ટી-શર્ટ 275 નંગ, શર્ટ 380 નંગ, ટ્રેક પેન્ટ 160 નંગ, હાફ પેન્ટ 70 નંગ ઉપરાંત અંડર ગાર્મેન્ટ અને લેડીઝ વેર મળી કુલ રૂ. 5.86 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. દુકાનના માલિક હિતેશ કિરીટ પંડયા (ઉ.વ. 36 રહે. જય જલારામ સોસાયટી, લેકવ્યુ ગાર્ડનની પાછળ, પીપલોદ અને મૂળ. જીલરીયા, તા. પડધરી, જિ. રાજકોટ) પત્ની અને સંતાનો સાથે કચ્છ ખાતે ધાર્મિક પ્રવાસે ગયા હતા. જેથી દુકાન તેમના પિતાજી સંભાળતા હતા અને તેમણે આ અંગે હિતેશને અને ત્યાર બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઉમરા પોલીસ દોડી આવી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી દુકાનના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હોવાથી તેના આધારે તસ્કરોની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s