મહત્વકાંક્ષાની મરણની રાખમાંથી પ્રગટ થયેલુ વિરાટ વ્યક્તિત્વ એટલે ‘ગુરુજિન’

-અધ્યાત્મ નગરીમાં 
જિન સંગમ ઉત્સવમાં ત્રીજા દિવસે ગુરુભગવંતો અને શ્રાવકો દ્વારા
ગુરુજિનના ગુણાનુવાદ થયા

સુરત

જૈનાચાર્ય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા-મોટા સાહેબજીની પ્રથમ
વાષક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શ્રી શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર
દ્વારા અધ્યાત્મ નગરી
,દયાળજી આશ્રમ મજૂરાગેટ ખાતે પાંચ દિવસનો જિન
સંગમ ઉત્સવમાં ત્રીજા દિવસે 
ગુરુજિનના ગુણાનુવાદ થયા હતા.

૩૦૦થી વધુ શ્રમણ શ્રમણી ભગવંતોના ગણનેતા તથા શાંત તપોમૂત
પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય શાંતિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ચરમ પટ્ટધર
, પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આજથી એક
વર્ષ પહેલા ૯૬ વર્ષની જૈફ વયે
, ૫૫ વર્ષનો દીક્ષા પર્યાય,
૩૦ વર્ષનો આચાર્યપદ પર્યાય ધરાવતા આચાર્ય ભગવંત ચોવિહારો છઠ્ઠ કરી
અપૂર્વ સમાધિપૂર્વક પંડિત મરણને પામ્યા હતા. બુધવારે પૂજ્ય મોટાસાહેબજીને ભાવાંજલિ
અર્પાઇ હતી. ૯ થી ૧ વાગ્યા સુધી ચાલેલી આ ગુણાનુવાદ સભામાં જૈનાચાર્ય
મુક્તિપ્રભસૂરિશ્વરજી મહારાજાએ પૂ. મોટા સાહેબજી 
એટલે મહત્વકાંક્ષાના મરણની રાખમાંથી પ્રગટ થયેલાં વિરાટ વ્યક્તિત્વ તરીકે
નવાજ્યા હતા. ગુરુજિન પ્રશિષ્ય અધ્યાત્મસમ્રાટશ્રી જૈનાચાર્ય યોગતિલકસૂરિશ્વરજી
મહારાજાએ પૂ. મોટા સાહેબજીની ઉત્તમ સમાધિની પળોની અનૂભૂતિ કરાવી હતી. જૈનાચાર્ય
હ્રીંકારપ્રભસૂરિશ્વરજી
, ઉપાધ્યાય શ્રી આર્યતિલકવિજયજી,
પંન્યાસ ધર્મરતિવિજયજી,મુનિરાજ મોહજીતવિજયજી,
મુનિરાજ કલ્યાણરત્ન વિજયજી આદિ એ ભાવવાહી ગુણાનુવાદ કર્યા હતા.
શ્રાવકોમાંથી દિનેશભાઇ મુનાણી તથા 
હિતેશભાઈ સણવાલે ગુણાનુવાદ કર્યા હતા. સંગીત સની શાહે અને સંચાલન રવીન્દ્ર
શાહે કર્યુ.

 

જિનચંદ્રસૂરિશ્વરજીનું જીવન ઝરમર

<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:normal;”>પૂજ્યશ્રીએ છેલ્લા ૨૦ વર્ષથી આંખોનું નૂર ગુમાવ્યું હતું, છતાંય ચારિત્રધર્મની જગતને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવી
આરાધના કરતા હતા. વાંકડિયા વડગામમાં જન્મેલા ગુરુદેવની દીક્ષા બાપલા નગરમાં થઈ
હતી. ૫૪ વર્ષથી વધુ જિનાજ્ઞાામય સાધુજીવનમાં અનેક શાસનપ્રભાવક અનુાનોમાં તેઓની
નિશ્રા રહી હતી. પાલિતાણા અજિત-શાંતિ મહોત્સવ
, ઐતિહાસિક ૪૫ ,
૩૬ , ૨૬ , ૪૪ , ૧૮ દીક્ષામાં નિશ્રાદાતા હતા. ગંધારમાં સૂરિરામ દીક્ષા શતાબ્દી મહોત્સવમાં
મુખ્ય નિશ્રાદાતા હતા. જગતને સમતાનિધિ આચાર્યદેવ સંયમરત્નસૂરીશ્વરજી મહારાજા તથા
અધ્યાત્મસમ્રાટ જૈનાચાર્ય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની તેઓએ ભેટ આપી છે. દરેક
સમુદાયમાં સન્માનનીય સ્થાન ધરાવતા
, જિનવચનના પ્રહરી એવા
જૈનાચાર્યના સંસારી ધર્મપત્નીએ પણ દીક્ષા લીધી હતી. પૂજ્યશ્રીનું ગત વર્ષે સુરતમાં
છઠ્ઠુ ચોમાસુ હતું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s