બે સંતાનની માતાના માથામા સિંદૂર પુરી મંગળસૂત્ર પહેરાવી કહ્યું, હવે તું મારી પત્ની છે


– પતિ સાથે વિખવાદને લીધે સહારો શોધતી પરિણીતા ભેરવાઈ : કતારગામના 31 વર્ષના બાંધકામ સુપરવાઈઝર નિખિલ ટાંક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ ધરપકડ


– લગ્ન કરી સંતાનોના પિતા તરીકે જવાબદારી નિભાવવાનો વાયદો કરી શારીરિક સંબંધ બાંધ્યા, પૈસા-કપડાં પણ પડાવી લઈ તરછોડી દીધી

સુરત, : પતિ સાથે વિખવાદને લીધે સહારો શોધતી કતારગામ વિસ્તારની બે બાળકોની માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્નનો વાયદો કરી બાંધકામ સુપરવાઈઝરે માથામાં સિંદૂર પુરી મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને હવે તું મારી પત્ની છે તેમ કહી બાળકોના પિતાની જવાબદારી નિભાવવાનું કહી અવારનવાર શરીર સંબંધ બાંધી બાદમાં તરછોડી દેતા કતારગામ પોલીસે મહિલાની ફરિયાદના આધારે બાંધકામ તેના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી બે બાળકોની માતા રાખી ( ઉ.વ.35, નામ બદલ્યું છે ) હોઝીયરીનો ઓનલાઇન વેપાર કરવાની સાથે દુકાન પણ ધરાવે છે. છ વર્ષ અગાઉ પતિ સાથે વિખવાદને લીધે તે કોઈ સહારો શોધતી હતી ત્યારે તેનો પરિચય બાંધકામ સુપરવાઈઝર તરીકે નોકરી કરતા નિખિલ રામજીભાઇ ટાંક ( ઉ.વ.31, રહે. ઘર નં.305-306, સાગર આવાસ એપાર્ટેમેન્ટ, ઘોળકિયા ગાર્ડનની બાજુમાં, કતારગામ, સુરત ) સાથે થયો હતો. નિખિલે રાખીને પ્રેમજાળમાં ફસાવી હું તારી સાથે જ લગ્ન કરવાનો છું અને તારા બન્ને સંતાનોના પિતા તરીકેની જવાબદારી પણ નિભાવીશ તેમ કહી રાખીના માથામાં સિંદૂર પુરી તેને મંગળસૂત્ર પહેરાવી આપણે બન્ને હવે પતિ પત્ની છીએ તેમ કહ્યું હતું.

ત્યાર બાદ નિખિલે રાખી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને બીજે રહેવા રૂમ અપાવી ત્યાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. રાખીનો વ્યવસાય સારો ચાલતો હોય નિખિલ તેની પાસેથી ટુકડે ટુકડે રૂ.30 હજાર અને દુકાનેથી કપડાં પણ લઈ ગયો હતો. રાખીએ પૈસા પરત માંગતા નિખિલે પૈસા પરત કરવા ઇન્કાર કરી સંબંધ રાખવા અને લગ્ન કરવા ઇન્કાર કરી તેને તરછોડી દીધી હતી. એટલું જ નહીં તેણે બંને વચ્ચેના સંબંધની જાણ રાખીના પતિને પણ કરવાની ધમકી આપી હતી. આથી છેવટે રાખીએ ગતરોજ નિખિલ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે નિખિલ ટાંકની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s