ડ્રોપ લીધાના 11 વર્ષ બાદ વિદ્યાર્થિનીએ ધોરણ-10ની પરીક્ષામાં 82% મેળવ્યા

દેવિક પરડવાએ આર્થિક સ્થિતિ નબળી હોવાથી 2010માં ધોરણ-9 બાદ અભ્યાસ છોડયો હતોઃ

સિલાઇકામ કરી પરિવારને મદદરૃપ થતી હતી

સુરત

હોંસલાની ઉડાન સાથે પુણાગામ વિસ્તારની એક વિદ્યાર્થીનીએ
અભ્યાસ છોડયાના ૧૧ વર્ષ પછી ધો-૧૦ની પરીક્ષા આપી અને ૮૨ ટકા પ્રાપ્ત કર્યા છે.
રેગ્યુલર વિદ્યાર્થીઓને જે પરિણામ લાવવા માટે ભારે પરસેવો પાડવો પડે એ પરિણામ
એક્ષટર્નલમાં લાવીને દેવિકા પરડવાએ દાખલો બેસાડયો છે
.

બુધવારે ધો-૧૦નું એક્ષટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર થયુ
છે. સુરતમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં કેટલાક પાસ તો નાપાસ
પણ થયા પરંતુ પુણાગામ વિસ્તારમાં સીતારામ સોસાયટીની એક વિદ્યાર્થીનીનું પરિણામ
ધ્યાનાકર્ષક બન્યુ છે. દેવિકા કિશોરભાઇ પરડવાએ ૮૨ ટકા અને બી-વન ગ્રેડ મેળવ્યો છે.
મહત્વનો ગ્રેડ નથી પણ તેની ઇચ્છાશક્તિ છે. દેવિકાએ અભ્યાસ છોડી દીધાના ૧૧ વર્ષ પછી
પરીક્ષા આપી હતી. અને તેમછંતા આટલુ સારૃ પરિણામ લાવી શકી હતી.

પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવાથી ધો-૯ બાદ તેને નાછૂટકે
અભ્યાસ છોડવો પડયો હતો. બાદમાં તે ઘરકામ
, મશીનમાં
સાડી-સિલાઇ કામ વગેરે કરીને પરિવારને મદદરૃપ થતી હતી. એ મદદ આજે પણ યથાવત જ રાખી
છે અને સાથે સાથે અભ્યાસ ચાલુ કર્યો હતો. ૧૧ વર્ષના લાંબા ગાળા બાદ પરીક્ષા આપવાની
ઇચ્છાને વધુ બળ ત્યારે મળ્યુ જ્યારે સંત ડોંગરેજી મહારાજ પ્રા. શાળા ક્રમાંક ૧૧૪ના
શિક્ષક નરેશ મહેતાએ ઓનલાઇન ક્લાસથી માર્ગદર્શન પુરૃ પાડયુ હતું.


દિલથી નક્કી કરી પ્રમાણિક પ્રયત્નો કરો સફળતા મળ્યા વિના
રહેતી નથી
, સરકારી નોકરી કરવાની ઇચ્છા છેઃ દેવિકા

<

p class=”MsoNormal” style=”margin-bottom:0;margin-bottom:.0001pt;text-align:justify;text-indent:14.15pt;line-height:12.1pt;”>દેવિકાએ કહ્યુ કે પરીક્ષાની તારીખો ત્રણ વાર બદલાઇ હોવાથી
મનોબળ પર અસર થતી હતી પરંતુ પરીક્ષા આપીને પાસ થવુ જ છે એ નક્કી હતું. પરીક્ષા
સમયે સવારે ચાર વાગ્યે ઉઠીને અભ્યાસ કર્યો હતો. જો તમે દિલથી નક્કી કરો અને તેના
માટે પ્રામાણિક પ્રયત્નો કરો તો સફળતા મળ્યા વિના રહેતી નથી. હવે ગ્રેજ્યુએશન
કરીને સરકારી નોકરી કરવાની ઇચ્છા છે. દેવિકાએ છેલ્લા ત્રણ મહિનાની મહેનતના આધારે
સિલાઇકામ સાથે તેણે આ પરિણામ પ્રાપ્ત કર્યુ હતુ. 
તેના પિતા ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s