ઘરેલું ઝઘડાની તપાસમાં કરી રહેલા: મહિલા PSIને ધમકી, તું મને ઓળખતી નથી હું કોણ બોલું છું, તારા વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ કરૂ છું

– ઝઘડો કરી પત્નીને લઇ ગયેલી સાળી, સાઢુભાઇ અને સાળા વિરૂધ્ધ અરજી કર્યા બાદ તેની તપાસ માટે સાળીએ ફોન કરી ધમકી આપી

સુરત
પારિવારીક ઝઘડા મુદ્દે અરજીની તપાસ અંતર્ગત તું મારા ભાઇને કેમ ધમકાવે છે, તારા વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ કરૂ છું, તું મને ઓળખતી નથી, હું કોણ બોલું છું તેની તને ખબર નથી, વિડીયો કોલ કર તને મારૂ આઇ કાર્ડ બતાવું હું ઉત્તર ગુજરાત ઇન્ચાર્જ બોલું છું એમ કહી અપશબ્દો ઉચ્ચારી ધમકી આપનાર મહિલા વિરૂધ્ધ અમરોલી પોલીસના મહિલા પીએસઆઇએ ફરીયાદ નોંધાવી છે.
અમરોલી-કોસાડ રોડ સ્થિત ભગુનગરની સામે સાંઇ પેલેસમાં રહેતા અને ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા વિશાલ જયસુખ જોષી (ઉ.વ. 23) એ અમરોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. વિશાલએ અરજીમાં જણાવ્યું હતું કે સાળી સોનલ સંદીપ કુંભાર, સાઢુભાઇ સંદીપ અને સાળો નટવરણ વિષ્ણુ જોષી મારી સાથે ઝઘડો કરી પત્ની મોનીકાને તેડી ગયા છે. જેથી અમરોલી પોલીસના પીએસઆઇ એસ.ડી. કારેણાએ અરજીની તપાસ અંતર્ગત ગત રોજ સાળા મોન્ટુ વિષ્ણુ જોષીને ફોન કરી તમારી બેનને તેડી જઇ કેમ બધાની જીંદગી બગાડો છો, અરજીની તપાસ માટે નિવેદન નોંધાવવા તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. જેથી મોન્ટુએ હું મારી બહેન સોનલને ફોન કરીને કહું છું કે મોનીકાને લઇ પોલીસ સ્ટેશન આવવાનું કહું છું. પરંતુ મોનીકા કે સોનલ પોલીસ સ્ટેશન ગયા ન હતા. પરંતુ સોનલ જોષી નામની મહિલાનો ફોન પીએસઆઇ કારણે પર આવ્યો હતો અને તું મારા ભાઇને કેમ ધમકાવે છે, તારા વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ કરૂ છું, તું મને ઓળખતી નથી, હું કોણ બોલું છું તેની તને ખબર નથી, વિડીયો કોલ કર તને મારૂ આઇ કાર્ડ બતાવું હું ઉત્તર ગુજરાત ઇન્ચાર્જ બોલું છું એમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. ઉલ્લેખનીય છે કે વિશાલની બહેનના લગ્ન પત્ની મોનીકાના ભાઇ એટલે કે સાળા મોન્ટુ જોષી સાથે થયા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s