અફઘાનિસ્તાનની હાલત કફોડી છે, ત્યાંના લોકોનું શું થશે ? ભગવાન જાણે

-અફઘાનિસ્તાથી પરત થયેલા વલસાડના
ઇશ્વરભાઇ પટેલે અનુભવો વર્ણવ્યા

-તાલિબાનીઓને ફાયરીંગ કરતા નજરો નજર જોયા હતા

વલસાડ

અફઘાનિસ્તાનમાં
ફસાયેલા વલસાડના માલવણના  રહીશ ગામ પરત
થતાં તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. માલવણના ઇશ્વરભાઇ ૧૯ મીએ
અફઘાનિસ્તાનમાંથી એર લિફ્ટ થયા
,
પરંતુ ઘરે આવતા તેમને ૫ દિવસ નિકળી ગયા હતા. હજુ પણ ત્યાંની
પરિસ્થિતિ વર્ણવતા તેમના આંખમાં આંસુ આવી જાય છે.

માલવણના
ઇશ્વરભાઇ છીબાભાઇ પટેલ (ઉ.વ.૪૯) ગત માર્ચ માસમાં મેન પાવર સપ્લાય કરતી કંપની થકી
અફઘાનિસ્તાન એરપોર્ટ સ્થિત નોટાના આર્મી બેઇઝ પર મેઇન્ટેનન્સ હેલ્પર તરીકે નોકરી
માટે ગયા હતા. તેઓ ત્યાં ચાર માસ જ રહી શક્યા હતા. ૧૫મી ઓગષ્ટે તાલિબાનોએ કાબુલ પર
કબજો કરતાં ઇશ્વરભાઇના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તેઓ ખુબ જ
ચિંતામાં મુકાઇ ગયા હતા. જોકે
,
૧૯મીએ અમેરિકન કારગો વિમાને તેમને એરલિફ્ટ કરી કતર પહોંચાડયા અને
ત્યાંથી તેઓ દિલ્હી અને પછી મંગળવારે સુરત થઇ વલસાડ આવી પહોંચ્યા છે.
અફઘાનિસ્તાનમાં ૪ દિવસમાં જે નઝારો જોયો એ જીવનભર ભુલી શકાય એમ નથી. તેમણે
જણાવ્યું કે
, ૧૫મીએ અચાનક તાલિબાને કાબુલ પર કબજો જમાવી
દેતાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. તેઓ એરપોર્ટથી બહાર જઇ શક્યા ન હતા
, પરંતુ એરપોર્ટમાં તેમના બેઇઝ કેમ્પમાં સતત ગોળીબારનો અવાજ સાંભળતા હતા.
મકાન પરથી તાલિબાનોને હવામાં ફાયરીંગ કરતા અનેક વખત જોયા હતા. જોકે
, એરપોર્ટમાં આર્મી કેમ્પમાં જ તેઓ રહેતા હોય તાલિબાનો સાથે તેમનો સામનો થયો
ન હતો. ૧૫ ઓગષ્ટથી ૧૯ ઓગષ્ટ સુધી તેઓ ભારત પરત ફરવા માટે રોજ રાહ જોતા હતા. અનેક
વખત તેમની ઇન્કવાઇરી થઇ હતી
, બે ફ્લાઇટ પણ ઉપડી પરંતુ તેમનો
નંબર ન લાગતાં તેઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. સદનસીબે ૪ દિવસ બાદ તેઓ ભારત આવી શક્યા
હતા. તાલિબાનોથી ડરીને તેમના દેશના જ લોકો ભાગી રહ્યા છે. જેઓ એક દિવસ એરપોર્ટ પર
ધસી આવ્યા હતા. જેના કારણે બે દિવસ સુધી એરપોર્ટ બંધ થયું હતુ. બે દિવસ સુધી એક પણ
ફ્લાઇટ ઉડી શકી ન હતી. એ દેશની હાલત કફોડી બની ગઇ છે. તેમના લોકોનું શું થશે
?
એ ભગવાન જ જાણે.

રોજની ૧૫ કારગો ફ્લાઇટમાં લોકોને એરલિફ્ટ કરાઇ રહ્યા છે

કાબુલ
એરપોર્ટ પરથી રોજની ૧૫ થી ૧૭ જેટલી કારગો ફ્લાઇટમાં લોકોને એરલિફ્ટ કરાઇ રહ્યા છે.
જેમાં ખાસ કરીને અમેરિકન અને બ્રિટનની ફ્લાઇટો ઉપડે છે. અમેરિકા અને ભારતના
પ્રયાસોના કારણે મહત્તમ ભારતીયોને ત્યાંથી એરલિફ્ટ થઇ ગયા હોવાનું પણ ઇશ્વરભાઇએ
જણાવ્યું હતુ. વધુમાં કહ્યું કે
,
અમેરિકન આર્મીના કારણે ત્યાં સુરક્ષા અનુભવાતી હતી, પરંતુ પરિવારજનો સાથે વાત કરતાં તેમની બેચેનીના કારણે વધુ ડર લાગતો હતો.

સોમાલિયા અને ઇરાકમાં પણ આવો અનુભવ થયો ન હતો

<

p class=”12News”>ઇશ્વરભાઇ
આ અગાઉ અનેક વોર ઝોનમાં કામ કરી આવ્યા છે. તેઓ અગાઉ ઇરાકમાં પણ અમેરિકન આર્મીના બેઇઝ
કેમ્પમાં કામ કરી આવ્યા હતા. ત્યારબાદ તેઓ સોમાલિયામાં પણ યુએનના કેમ્પમાં કામ કરી
આવ્યા હતા. આ અગાઉ તેઓ અફઘાનિસ્તાનમાં બ્રિટનના કેમ્પ માટે પણ કામ કરી આવ્યા હતા. જોકે
, આ વખતનો અફઘાનિસ્તાનનો
તેમનો અનુભવ ખુબ ભયાવહ હતો. ઇરાકમાં સત્તા સોંપી ત્યારે તેઓ ત્યાં જ હતા
, પરંતુ આવો કોઇ પણ ખરાબ અનુભવ તેમને થયો ન હતો. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s