સુરત: વરાછામાં મકાનના ધાબા પર અને અમરોલીમાં ફ્લેટમાં શ્રાવણીયો જુગાર રમતી 11 મહિલા સહિત 13 ઝડપાયા


– પોલીસે રોકડા રૂ.60,980 કબજે કર્યા

સુરત,તા.25 ઓગષ્ટ 2021,બુધવાર

સુરતના વરાછા રાધાસ્વામી સોસાયટીના મકાનના ધાબા પર અને અમરોલી છાપરાભાઠા રોડની હેપ્પી રેસીડન્સીના એક ફ્લેટમાં શ્રાવણીયો જુગાર રમતી 11 મહિલા સહિત 13ને સ્થાનિક પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.60,980 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે ગતસાંજે રાધાસ્વામી સોસાયટી મકાન નં.એ/22 ના ખુલ્લા ધાબા ઉપર શ્રાવણીયો જુગાર રમતી મહિલાઓ ભાવનાબેન નિલેશભાઈ સુત્તરીયા ( ઉ.વ.45, રહે.ડી/504, ઓપેરા પેલેસ, લસકાણા સરથાણા, સુરત ), કંચનબેન રમણીકભાઈ કોરડીયા ( ઉ.વ.45, રહે.ઘર નં.101, ગ્રીનવેલી સોસાયટી, ડિંડોલી, સુરત ), શારદાબેન વિઠ્ઠલભાઈ માથુકિયા ( ઉ.વ.40, રહે.ઘર નં.704, શ્યામવાટીકા સોસાયટી, લસકાણા, સરથાણા. સુરત ), ભાવીકાબેન લાલભાઈ રાઠોડ ( ઉ.વ.32, રહે.ઘર નં.37, અભયધામ સોસાયટી, પુણાગામ, સુરત ), રંજનબેન વનુભાઈ ચુડાસમા ( ઉ.વ.45, રહે.ઘર નં.6, રાધાસ્વામી સોસાયટી, વરાછા, સુરત ), ચંદ્રિકાબેન કિશોરભાઈ પટેલ ( ઉ.વ.55, રહે.ઘર નં.એ/22, રાધાસ્વામી સોસાયટી, વરાછા, સુરત ) અને બે પુરુષ મગનભાઈ ભુપતભાઈ બારૈયા ( ઉ.વ.40, રહે.ઘર નં.22/એ, પહેલા માળે, રાધાસ્વામી સોસાયટી, વરાછા, સુરત ), હસમુખભાઈ બટુકભાઈ ગરાળા ( ઉ.વ.33, રહે.22/એ, રાધાસ્વામી સોસાયટી, વરાછા, સુરત ) ને ઝડપી પાડી રોકડા રૂ.41,780 કબજે કર્યા હતા.

અમરોલી પોલીસે પણ ગતસાંજે અમરોલી છાપરાભાઠા રોડ હેપ્પી રેસીડેન્સી ફ્લેટ નં.603માં શ્રાવણીયો જુગાર રમતી મહિલાઓ જયશ્રીબેન મહેશભાઇ પરમાર ( ઉ.વ50, રહે.ધર નં.603, હેપ્પી રેસીડેન્સી, મનમંદિર સોસાયટી પાસે, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત ), હર્ષાબેન નટવરભાઇ ઉર્ફે નટુ ઠક્કર ( ઉ.વ.58, રહે. ધર નં.જી/1, સરગમ એપાર્ટમેન્ટ, અંકુર સોસાયટી, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત ), સોનલબેન સતિષભાઇ સેરસીયા ( ઉ.વ.36, રહે. ધર નં.202, મારૂતિ એપાર્ટમેન્ટ, અંકુર સોસાયટી, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત ), સંગીતાબેન કિશોરભાઇ હિરાણી ( ઉ.વ.39, રહે.ધર નં.સી/6/103, સ્વસ્તિક રો હાઉસ, કોસાડ રોડ, અમરોલી, સુરત ) અને વિધવા જયશ્રીબેન ઉર્ફે દમુબેન રમેશભાઇ હિરાણી ( ઉ.વ.50, રહે.ધર નં.501, ઓમ રેસીડેંસી, કોસાડ રોડ, અમરોલી, સુરત )ને ઝડપી પાડી રોકડા રૂ.19,200 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s