સુરત: ત્રીજીવેવ પહેલાં વેક્સીનેશનની કામગીરી પાલિકાએ ઝડપી બનાવી


– બીજા ડોર માટે પાલિકાએ શરૂ કર્યું નોક ધ ડોર અભિયાનઃ ઘરે ઘરે જઈ માહિતી મેળવશે

– 90 હજારથી વધુ લોકો એવા જેઓને પહેલો ડોઝ લઈ 84 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે 

સુરત,તા.25 ઓગષ્ટ 2021,બુધવાર 

સુરત સહિત ગુજરાતમાં ત્રીજી લહેરની આગાહી થઈ રહી છે ત્યારે સુરતીઓનું વેક્સીનેશન ઝડપભેર પુરૂ થાય તે માટે પાલિકા તંત્રએ ખાસ કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધીમાં સુરત પાલિકાએ 26.85 લાખ લોકોને પહેલો ડોઝ આપી દીધો છે. પરંતુ સુરતમાં 90 હજારથી વધુ લોકો એવા છે જેઓએ પહેલો ડોઝ લીધોને 84 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે તેવા લોકોને શોધી શોધીને પાલિકા બીજા ડોઝ અપાવશે. આ માટે પાલિકાએ નોક ધ ડોર અભિયાન શરૂ કર્યું છે અને તેનું પરિણામ પણ મળી રહ્યું છે.

સુરત મ્યુનિ. વિસ્તારમાં 33.53 લાખ લોકો 18 વર્ષથી મોટી ઉંમરના છે તેઓને પાલિકાએ વેક્સીનેશનની કામગીરી શરૂ કરી છે.અત્યાર સુધીમાં સુરત મ્યુનિ. વિસ્તારમાં 26.85  લાખ લોકોને  પાલિકાએ પહેલો ડોઝ આપી દીધો છે. જ્યારે 9 લાખ લોકો એવા છે જેઓએ પહેલો અને બીજો ડોઝ લઈ લીધો છે. પહેલા અને બીજા ડોઝ વચ્ચે 84 દિવસનો સમયગાળો છે તે સમય ગાળો પુરો થયાં બાદ બીજા ડોઝનું વેક્સીન કરવાનું હોય છે.

પાલિકાએ દર બુધવારે વેક્સીનેશન સેન્ટર ઉપર બીજા ડોઝ માટેની કામગીરી હાથ ધરી છે તેમ છતાં  સુરતમાં 90 હજારથી વધુ લોકો એવા છે જેઓએ પહેલો ડોઝ લીધો હોય અને 84 દિવસનો સમય પુરો થયો છે તેમ છતાં તેઓ બીજો ડોઝ લેવા પહોંચ્યા નથી. આવા લોકોને બીજો ડોઝ ઝડપથી મળે તે માટેપાલિકાએ ખાસ અભિયાન શરૂ કર્યું છે.

પાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ પાલિકા નોક ધ ડોર અભિયાન શરૂ કરી રહી છે. બીજો ડોઝ લેવા માટે જે લોકોનો સમય થઈ ગયો છે તેવા લોકોની યાદી તૈયાર કરવામા આવી છે અને તેઓને ફોન કરીને બીજા ડોઝ માટે જણાવવામાં આવે  છે. આ પહેલાં બીજા ડોઝ માટે મેસેજ તો કરી જ દેવામાં આવ્યા છે. તેમ છતાં બીજા ડોઝ માટે લોકો આવતા ન હોવાથી હવે પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોના ઘરે ઘરે જઈને દરવાજા ખકડાવીને બીજા ડોઝ માટેનું માર્ગદર્શન આપશે. પાલિકાના નોક ધ ડોર અભિયાન શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ અનેક લોકો બીજા ડોઝ લેવા માટે હેલ્થ સેન્ટર પર પહોંચતાં પાલિાક તંત્રને રાહત થઈછે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s