લેન્ડગ્રેબિંગના ગુનામાં મહિલા સહિત ચારની ધરપકડ, એક દિવસના રિમાન્ડ-સુરત


સચિનના સુડા હાઉસીંગ પ્રોજેક્ટનો પ્લોટ બોગસ દસ્તાવેજથી હડપ કર્યો હતોઃ આરોપી મહિલાએ પ્લોટમાલિક મહિલાનું ખોટું નામ ધારણ કર્યું હતું

સચીનના
સુડા હાઉસ પ્રોજેક્ટમાં આવેલા જમીનના પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવીને હડપવાના કારસામાં
સચીન પોલીસે ઝડપેલા ચાર આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાતાં
કોર્ટે આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

વેસુ
વિસ્તારમાં સોમેશ્વર સર્કલ પાસે આગમ હેરીટેજમાં રહેતા ફરિયાદી ઉષાબેન જયવદન
જરીવાલાએ સચીન વિસ્તારમા સુડા હાઉસીંગ પ્રોજેક્ટ સેકટર-1 માં આવેલા પોતાની માલીકીના
પ્લોટ નં.13 ના બોગસ દસ્તાવેજો બનાવીને હડપવાના કારસા બદલ મેહુલ ઉર્ફે નવઘણ રાણા
મોઢવાડીયા (રે.નાના વરાછા) રાજુ હમીર ભરવાડ (રે.સત્યમનગર
, કામરેજ) ફરિયાદીનું
ખોટુ નામ ધારણ કરનાર સ્ત્રી
, મુકેશ મધા મેર (રે.મોચી શેરી,
ઉમરાળા ભાવનગર) વગેરે સામે સચીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


કેસમાં અગાઉ આરોપી રાજુ ઉર્ફે બુધો હમીર ભરવાડ
, મુકેશ મધા મેર, તથા
આરોપી મેહુલ જેઠા મારડીયાની ધરપકડ બાદ રિમાન્ડ પુર્ણ કરી જેલભેગા કરાયા હતા.
આરોપીના મિત્રો શાહનવાઝખાન ઉર્ફે સાનુ અશરફખાન પઠાણ (રે.બડેખાં ચકલા
,અઠવા) તથા ઝહીર ઉર્ફે સમીર યુસુફ મહંમદ મલેક (રે.છીપવાડ ફળીયું) ઉષાબેનના
જમીનના પ્લોટના અસલ દસ્તાવેજ અને ખોટુ નામ ધારણ કરનાર સ્ત્રીને પણ લાવ્યા હોવાનું
આરોપીઓએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું. પ્લોટ સાક્ષી બાબુરામ ચિત્તોડીયાને
વેચાણે આપતા મળેલી રકમમાંથી આરોપી મેહુલે સમીર મલેક અને સાનુ પઠાણને રૃા.6 લાખ
રોકડા આપ્યા હતા.

જેથી
પોલીસે સાનુ
, સમીર અને અવધેશ બાબુ કાપડીયા (રે.માછલી પીઠ,શીપ
પેલેસ) તથા ખોટું નામ ધારણ કરનાર મહિલા જશુબેન વેણીલાલ સાલીયા (રે.બેગમપુરા
,પીરછડી રોડ)ની ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સુનાવણીમાં એપીપી
કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે આરોપી ફરિયાદી મહીલાની માલીકીના પ્લોટના અસલ
દસ્તાવેજ કઈ રીતે મેળવ્યો
? તેની તપાસ કરવાની છે. મેળવેલી
અવેજની રકમ 6 લાખ ગુનાના મુદ્દામાલ તરીકે કબજે કરવાની છે. ફરિયાદી મહીલાના નામે
ખોટુ નામ ધારણ કરનાર આરોપી મહીલા જશુબેન સાલીયાના નામે બોગસ આધારકાર્ડ ક્યાં
બનાવ્યા છે
? તેની તપાસ કરવાની છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય
આરોપીઓની તપાસ કરવાની છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s