લુંટના કારસામાં બાળ કિશોરના જામીનની માંગ સેશન્સ કોર્ટે પણ નકારીસુરત

હાઈવે પર મોટર સાયકલ પર એકલ દોકલ વાહનચાલકને રોકીને લુંટના કારસાને અંજામ આપનાર બાળ કિશોર વિરુધ્ધ અન્ય ગુના પણ નોંધાયા હોવા અંગે સરકારપક્ષની એફીડેવિટ

અમદાવાદ
મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર માંગરોળ તાલુકાના મહુવેજ ગામની સીમમાં મોટર સાયકલ પર
અન્ય આરોપીઓના મેળા પિપણામા એકલ દોકલ વાહનચાલક મુસાફરને માર મારી લુંટવાના
કારસામાં સંડોવાયેલા બાળ કિશોરના જામીનની માંગને જુવેનાઈલ કોર્ટ બાદ સેશન્સ કોર્ટે
પણ નકારી કાઢી છે.

માંગરોળ
તાલુકાના તરસાડી ખાતે પર્લ સીટીમાં રહેતા ફરિયાદી નિલેશ હસમુખ મોદી તા.22-7-21ના
રોજ રૃ.3.67 લાખની રોકડ લઈને એકટીવા પર મહુવેજ ગામની સીમમાં તુલસીવિવર્સ પ્રા.લિ.
પાસેથી પસાર થતા હતા.જે દરમિયાન કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરે બજાજ પલસર મોટર
સાયકલ પર સહ આરોપી રવિસિંહ સોમસિંહ જાદવ તથા મહેશ સુર્યમણી દુબે સાથે આવીને
ફરિયાદીને એકટીવાને અટકાવી હતી.આરોપીઓએ ફરિયાદીને ચપ્પુ વડે ઈજા પહોંચાડીને
રૃ.3.67 લાખની રોકડ લુંટીને ફરાર થઈ ગયા હતા.આ અંગે ફરિયાદીએ કોસંબા પોલીસમાં
નોંધાવેલી ફરિયાદના આધારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી.

હાલમાં
બાળ રિમાન્ડ હોમમાં રહેલા કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરના વાલીએ જુવેનાઈલ કોર્ટે
જામીનની માંગ નકારતા તેની કાયદેસરતાને સેશન્સ કોર્ટમાં પડકારી રિવીઝન અરજી કરી
હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ
કરી જણાવ્યું હતું કે બાળ કિશોર વિરુધ્ધ અગાઉ આ જ પ્રકાર ની મોડસ ઓપરેન્ડી
અપનાવીને લુંટના એકથી વધુ ગુનાને અંજામ આપ્યો છે.જેથી જામીન મુક્ત કરવાથી ફરીથી
આવા ગુનામા ંસંડોવાય તેવી સંભાવના છે.ચાલુ વર્ષે આ પ્રકારના બે ગુનામાં બાળ
કિશોરની સંડોવણી બહાર આવી છે.જેને કોર્ટે માન્ય રાખી જામીનની કરતી બાળ કિશોરના વાલીની
અરજીને નકારી કાઢી છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s