બંને લહેરમાં કામ કરનાર ઘણા કર્મચારીઓનું સન્માન ન થતા કચવાટ

કોરોનાની
કામગીરી દરમિયાન ૧૫થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છતાં સન્માનપત્ર આપવાની પણ દરકાર
લેવાઇ નહી

         સુરત:

નવી
સિવિલ ખાતે કોરોના વોરિયર્સ પ્રોત્સાહન કાર્યક્રમના ૫૦થી વધુ કર્મચારીઓએ કોરોનાની
બંને લહેરમાં કામગીરી કરી છે અને ત્રીજી લહેરની ભીતી વચ્ચે તેમને આ કાર્યક્રમમાં
સન્માન કરવામાં ન આવતા કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે કચવાટ જોવા મળ્યો છે.

નવી
સિવિલની ત્રણ બિલ્ડિંગમાં દર્દી સહિતના સારી કામગીરી અને  સેવા કરનાર વિવિધ સંસ્થાના સેવાભાવી ૧૫૦ થી વધુ
વ્યકિતઓ તથા સિવિલના વિવિધ વિભાગના કર્મચારીઓનું 
૧૫ મી ઓગષ્ટના  રોજ સિવિલ તંત્ર
દ્વારા સન્માન થયું હતું. જયારે કોરોનાની બંને લહેરમાં સિવિલની ત્રણ – ત્રણ
હોસ્પિટલમા રાત દિવસ ખડે પગે  કામગીરી
કરી  છે એવા ૫૦ થીવધુ ઓપરેટર
, ટેકનીશીયન  સહિતના કર્મચારીઓને સન્માન પત્ર આપ્યુ નથી,
સન્માનની યાદીમાં પણ નામ નથી.૧૫થી વધુ કર્મચારી ફરજ દરમિયાન કોરોના
સંક્રમિત બન્યા હતા. એક કર્મચારીએ કહ્યુ કે
, બંને લહેરમા
નિષ્ઠાથી ફરજ બજાવી છે જેથી એમારો ઉત્સાહ વધારવે જેઇએ.  ઓફિસમાંથી ભાગ્યે જ બહાર નિકળતા હોય એવા અને
દર્દીના સંપર્કમાં આવતા ન હોય તેવા કર્મચારીઓનું બહુમાન કહીને અમારું મોરલ ડાઉન
કરાઇ રહ્યું છે. સન્માન યાદીમાં નામ કયા ધારા ધોરણ મુજબ અને કોણે નામ નક્કી કરીને
લખાવ્યા
? એ જાહેર કરવું જરુરી છે.

ગર્ભવતી
હોવા છતા કોરોનાની કામગીરી કરી પણ સન્માન ન મળ્યુ

<

p class=”12News”>કોરોનાની
બંને લહેરમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે બિલ્ડીંગમાં ૨૬ વર્ષીય મહિલા કર્મચારી ફરજ
બજાવી રહી છે. જોકે તેને  હાલમાં સાત માસનો
ગર્ભ હોવા છતા કોરોના અંગેની કામગીરી કરી છે. ગર્ભવતી હોવા છતા નિષ્ઠાથી તે ફરજ
બજાવી રહી છે. છતા તેને  સન્માન પત્ર
સુદ્ધા આપવામાં આવ્યુ ન હોવાનું સિવિલના કર્મચારીએ  કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s