નર્મદ યુનિવર્સિટીનો બાવનમો પદવીદાન સમારોહ યોજાયો: એક જ મટીરીયલથી બ્રિજ અને દિવાલ બને છે, આપણે બ્રિજ બની જોડવાનું કામ કરવાનું છે

– રિસર્ચ અને ઇનોવેશનના જમાનામાં તમારામાં કંઇ કરી છુટવાની ભાવના હશે તો તે માટે સરકારે મોટી વ્યવસ્થા કરી છેઃ શિક્ષણમંત્રી ચુડાસમા

સુરત
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો આજે યોજાયેલા 52માં ખાસ પદવીદાન સમારોહમાં ર્વ્ચુયલી હાજરી આપનાર રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રિસર્ચ અને ઇનોવેશન પર ભાર મુકવા ઉપરાંત ડિગ્રી મેળવી વાસ્તવિક જીવનમાં પ્રવેશી રહેલા વિદ્યાર્થીઓને બ્રિજ એન્ડ વોલ આર મેડ વીથ અ સેમ મટીરીયલ, બટ બ્રિજ જોઇન્ટ્સ ધ પીપલ એન્ડ વોલ ડિવાઇડ ધ પીપલ ની શીખ આપતા કહ્યું હતું કે એકબીજા માટે જોઇન્ટ્સ બનજો નહીં કે ડિવાઇડ.
નર્મદ યુનિવર્સિટીનો આજે 52મો ખાસ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે ર્વ્ચુયલી હાજરી આપનાર રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. મંત્રી ચુડાસમાએ પોતાના પ્રવચનમાં રિસર્ચ અને ઇનોવેશનના જમાનામાં તમારામાં કઇ કરી છુટવાની ભાવના હશે તો તેના માટે સરકારે મોટી વ્યવસ્થા કરી છે. આજે રિસર્ચ અને ઇનોવેશન માત્ર સાયન્સના વિદ્યાર્થી જ કરી શકે છે એવું નથી. ગામડાનો અભણ વ્યક્તિ પણ ટ્રેક્ટર અને વાવણીયા બનાવે છે. જેમાં સુધારો કરી સાધનો તૈયાર થાય છે જે ઇનોવેશન છે. જીવનમાં ઘણી સમસ્યા આવે છે પરંતુ તેનો ઉકેલ તમારી પાસે જ છે. પરંતુ કંઇક કરી છુટવાની ભાવના રાખવી પડશે. કોરોના મહામારીમાં ઇન્જેક્શન લગાવવામાં આવતા હતા પરંતુ સ્ટાર્ટઅપ થકી હવે માત્ર એક ટચથી વેક્સિનેશન થઇ જશે.

આજે જ્યારે સમય અને
સંજોગ બદલાયા છે ત્યારે શિક્ષણ અને જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં ગુજરાતનો વિદ્યાર્થી તમામ પડકારો ઝીલવા સક્ષમ છે. ઉપરાંત વાસ્તિવક જીવનમાં બ્રિજ એન્ડ વોલ આર મેડ વીથ અ સેમ મટીરીયલ, બટ બ્રિજ જોઇન્ટ્સ ધ પીપલ એન્ડ વોલ ડિવાઇડ ધ પીપલ ની શીખ આપતા કહ્યું હતું કે બ્રિજ અને વોલ એક જ મટીરીયલથી બને છે. પરંતુ બ્રિજ જોડવાનું કામ કરે છે જયારે વોલ વિભાજન કરે છે. જેથી આપણે બ્રિજ બની જોડવાનું કામ કરવાનું છે.

તમારા માર્કસ એ માપદંડ નથી પરંતુ પોતાના પર વિશ્વાસ રાખોઃ પો. કમિશનર
પદવીદાન સમારોહમાં હાજર રહેલા પો. કમિશનર અજય તોમરે ઉદબોધન કરતા કહ્યું હતું કે ગહન સઘન મનમોહન વન તક મુઝકો આજ બુલાતન હૈ, કિન્તુ કિયે જો વાદે મૈને યાદ મુઝે આ જાતે હૈ, અભી કહાં આરામ બદા, યહ નેહ-નિમંત્રણ છલના હૈ, અરે અભી સોને સે પહલે મુઝકો મીલો ચલના હૈ, અરે અભી સોને સે પહલે મુઝકો મીલો ચલના હૈ. જીવનમાં માર્કસ એ એક માપદંડ નથી પરંતુ પોતાના પર વિશ્વાસ રાખો. સેકન્ડ કલાસ કે થર્ડ કલાસ એ જર્જમેન્ટ સ્વીકારી લો તો પ્રોબ્લેમ થાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સુરતમાં કેટલાક સફળ બિઝનેશમેન એવા છે જેમની પાસે ડિગ્રી નથી, ડિગ્રી તો શું તેમની પાસે સ્કુલ પાસનું સર્ટીફીકેટ પણ નથી પરંતુ તેમને પોતાના પર વિશ્વાસ છે અને તેના થકી આગળ વધ્યા છે.

કુલપતિ અને ડીન સહિતનાએ સાફો પહેર્યો, પરંતુ સાફા અને માસ્ક મુદ્દે વિવાદ થયો
યુનિવર્સિટીના 52માં પદવીદાન સમારોહમાં કુલપતિ ડો. કે.એન. ચાવડા, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીએ રંગીન જયારે સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ કેસરી કલરનો સાફો પહેર્યો હતો. પદવીદાન સમારોહમાં પ્રથમ વખત સાફો પહેર્યો હોવાથી વિદ્યાર્થીઓમાં કુતુહલ સર્જાયું હતું. જો કે સાફો પહેરો તો માસ્ક નહીં પહેરવું એવું મૌખિક સુચના આપવામાં આવતા વિવાદ થયો હતો. કોરોના મહામારી વચ્ચે માસ્ક નહીં પહેરવાની સુચનાને પગલે કેટલાક અધિકારીઓ અને સેનેટ-સિન્ડિકેટ સભ્યએ સાફો પહેરવાનો ઇન્કાર કર્યો હતો.

Ph.Dની26 અને M.phillની 2 ડિગ્રી એનાયત કરવામાં આવી
યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 12 વિદ્યાશાખાના 4622 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. જેમાં પીએચ.ડીની 26, એમ.ફીલની 2 ડિગ્રી વિદ્યાર્થીઓને એનાયત કરાશે. ઉપરાંત આર્ટસ ફેકલ્ટીમાં 392, કોમર્સની 1762 અને સાયન્સમાં 562 મળી વિવિધ ‌ફેકલ્ટીના 4622 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.

યુનિવર્સિટિની વિવિધ સુવિધાઓ માટે 8 એપ્લિકેશન લોંચ કરવામાં આવી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને આધુનિક બનાવવા માટે કુલપતિ કે.એન.ચાવડા નિયમોને પણ અભરાઇએ ચઢાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં જ કુલપતિએ
નવી વેબસાઇટ તેમજ વોટ્સએપ ચેટ બોટ લોંચ કર્યું તૈયાર ટેન્ડરીંગ સંબધીત ફરિયાદો ઉઠી હતી. જયારે આજે ફરી એક વખત વિદ્યાર્થીઓ અને વિઝીટરો માટે ડિજીટલ આઇ.ડી કાર્ડ, ફી રેગ્યુલેટરી કમિટી, એપોઇન્ટમેન્ટ બુકીંગ, ડીજીટલ વિઝીટર ડાયરી અને ઇન્ફોર્મેશન કિઓસ્ક નામની સુવિધા માટે એપ્લિકેશન લોંચ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s