ગર્ભમાં નવજાત શિશુના મોત બાદ ગોડાદરાની મહિલાનું પણ મોત


– ખાનગી
હોસ્પિટલમાં ડોકટરે સમયસર ગર્ભમાંથી મૃત બાળક કાઢવા માટે ઓપરેશન ન કર્યુ હોવાનો
પરિવારનો આક્ષેપ

         સુરત,:

ગોડાદરામાં
રહેતી ગર્ભવતી મહિલાના ગર્ભમાં નવજાત શિશુનું મોત થયા બાદ મહિલા પણ મોતને ભેટતા
પરીવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં વૃદાંવન સોસાયટીમાં રહેતી
33 વર્ષીય ગર્ભવતી સુમનબેન
અરવિદભાઇ વર્માએ  ગત તા.
19મી તાવ આવતા સારવાર માટે પરવત પાટીયાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં
ડોકટરે તેમને સારવાર આપ્યા બાદ ઘરે ગઇ હતી. ગત તા.૨૨મી તેના ગર્ભમાં બાળકનું હલનચલન
થયુ હોવાથી ફરી તેને તે હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ગત સાંજે  તેને પરવત પાટીયાની અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
હતી. ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પોલીસ સુત્રો કહ્યુ કે સુમનબેનના ગર્ભમાં
બાળકનું હલન ચલન થતુ ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ડોકટરે તેની તપાસ
કરીને કહ્યુ કે બાળકનું ગર્ભમાં મૃત્યુ થયુ છે. 
તે મૃત નવજાત શિશુને ગર્ભ માંથી કાઢવુ પડશે. જેથી પ્રસૃતિ થાય તે માટે મહિલાને
ઇન્જેંકશન આવ્યુ હતુ. પણ ઘણા સમય થતા તેની પ્રસૃતિ થઇ ન હતી. બાદમાં તે મોતને ભેટી
હતી. ખાનગી હોસ્પિટલમાં ડોકટર સહિત સ્ટાફે સમયસર તેના ગર્ભમાંથી મૃત બાળક કાઢવા માટે
ઓપરેશન કર્યુ ન હોવાના આક્ષેપ  તેના પરિવારે
કર્યા હતા.નોધનીય છે કે  સુમનબેન મુળ ઉતરપ્રદેશના
બારબંકીના વતની હતી.તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. તેના પતિ ટી.એફ.ઓ મશીનનાં
ધંધા સાથે સંકળાયેલા છે. આ અંગે પુણા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s