સુરત: 19 વર્ષની નાની ઉંમરે કમર્શિયલ પાઈલટનું લાઈસન્સ મેળવનાર મૈત્રી પટેલ સુરત આવતા જ પરિવારે સહર્ષ વધાવી

સુરત,તા.24 ઓગસ્ટ 2021,મંગળવાર

સુરતમાં ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરીએ નાની વયે પાયલોટ બની પરિવારની સાથે સુરતનું નામ પણ રોશન કર્યુ છે. પાયલોટ બન્યા બાદ મૈત્રી પટેલ સુરત પહોંચતા પરિવારજનો દ્વારા તેણીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મૂળ ઓલપાડના શેરડી ગામની વતની અને શહેરના ઘોડદોડ વિસ્તારમાં રહેતી મૈત્રી પટેલ ધોરણ-12 સાયન્સ પુરૂ કર્યા બાદ પાયલોટના અભ્યાસ માટે ટ્રેનિંગ માટે અમેરિકા ગઇ હતી. મૈત્રીના પિતા ખેડૂત અને માતા સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. તેણે નાનપણથી જ પાયલોટ બનવાની ઈચ્છા હતી. જ્યાં માત્ર 11 મહિનાના ટૂંકાગાળામાં કમર્શિયલ વિમાન ઉડાડવાનું શીખી લેતાં અમેરિકાએ તેણીને કમર્શિયલ વિમાન ઉડાવવાનું લાઈસન્સ આપ્યું છે. આ લાઈસન્સ મળતાની સાથે મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઇ છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ મૈત્રી સુરત આવતાં પરિવારજનો દ્વારા હરખથી વધાવી લેવામાં આવી હતી. તેણીએ ભારતમાં વિમાન ઉડાડવા માટે ભારતના નિયમો અનુસાર ટ્રેનિંગ સાથે અભ્યાસ કરવો પડશે. અહિંયાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તેને ભારતમાં પણ વિમાન ઉડાડવા લાઇસન્સ મળશે.

મૈત્રી પટેલે કહ્યું કે, ટ્રેનિંગમાં 10 જેટલા ભારતીય અને અન્ય દેશના હતા. સામાન્ય રીતે કમર્શિયલ વિમાન ચલાવવા માટે 18 મહિનાની ટ્રેનિંગ હોય છે પરંતુ મેં 11 મહિનામાં જ પુરી કરી છે. ભારતમાં સૌથી વધુ મહિલા પાઈલટ છે અને મારે તેમાં જોડાવું છે. ટૂંક સમયમાં કેપ્ટન બનવાનું સપનું પણ પૂરૂ કરીશ. સુરત થી દિલ્હીની શરૂ થયેલ સૌપ્રથમ ફ્લાઈટમાં બેસતી વખતે મારા પિતાએ મને કહ્યું હતું કે તું પાયલટ બનજે અને ત્યારથી મેં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. લાયસન્સ લીધા બાદ મેં મારા પિતાને અમેરિકા બોલાવ્યા હતા અને આકાશમાં 3500 ફૂટ ઊંચાઈએ તેમને ફેરવ્યા હતા. પિતા કાંતિલાલ પટેલે કહ્યું કે, એક ની એક દીકરી અમારે માટે ‘શ્રવણકુમાર’ છે. અમારી ઇચ્છા હતી કે તે અમને પ્લેનમાં ફેરવે અને અમારી ઈચ્છા તેણે પૂરી કરી છે. અમને તેની પર ખુબ જ ગર્વ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s