કતારગામની લેડી ડોક્ટર વિરુદ્ધ માતા-બહેનની હત્યા અંગે ગુનો નોંધાયો


– ઇન્જેક્શન આપી મોત નીપજાવી જાતે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી

– સ્યુસાઈડ નોટ-ડાઈંગ ડેક્લેરેશનમાં સ્પષ્ટ ઉલ્લેખ, જીવનમાં રસ નથી, મારા વિના મમ્મી અને બહેનનું કોણ? તેથી આ પગલું ભર્યું છે

સુરત, : સુરતના ચીકુવાડી ચાર રસ્તા સ્થિત સહજાનંદ સોસાયટીમાં સામુહિક આત્મહત્યાના બનાવમાં માતા-બહેનને ઇન્જેક્શન આપી મોત નીપજાવનાર ડોક્ટર યુવતી વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. પરિવારની સંભાળ રાખતા થાકી ગયેલી ડોક્ટર યુવતીએ જીવનમાં રસ નથી, મારા વિના મમ્મી અને બહેનનું કોણ? તેથી આ પગલું ભર્યું છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ સ્યુસાઈડ નોટ અને ડાઈંગ ડેક્લેરેશનમાં કર્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ ચીકુવાડી ચાર રસ્તા સહજાનંદ સોસાયટી ઘર નં.89 માં રહેતા મંજુલાબેન કાંતિભાઈ પ્રજાપતિ, તેમની શિક્ષક પુત્રી ફાલ્ગુની અને ડોક્ટર પુત્રી દર્શના ( ઉ.વ.31 ) ગત બપોરે ઘરમાં બેભાન મળી આવતા બહારગામથી પરત ફરેલા તેમના પુત્ર ગૌરવે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, તબીબે મંજુલાબેન અને ફાલ્ગુનીને મૃત જાહેર કર્યા હતા.જયારે ફાલ્ગુનીને સારવાર માટે દાખલ કરી હતી. દરમિયાન, પોલીસને તપાસ દરમિયાન દર્શનાએ લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણે જીવનમાં રસ નથી, મારા વિના મમ્મી અને બહેનનું કોણ? તેવું વિચારી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આથી પોલીસે દર્શનાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી તેના પિતા પરિવારથી અલગ રહે છે અને સમગ્ર પરિવારની જવાબદારી તેના શિરે હતી. પરિવારની સંભાળ રાખતા થાકી ગયેલી દર્શનાએ શનિવારે મધરાત બાદ 12.30 કલાકે માતા અને બહેનને ઊંઘના ઇન્જેક્શનનો વધુ પડતો ડોઝ આપી પોતે પણ ઊંઘ માટેની વધુ પડતી ગોળીઓ ખાઈ સામુહિક આત્મહત્યાનું પગલું ભર્યું હતું. રમાનગરમાં ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતી દર્શના ઇન્જેક્શન અને ગોળીઓ ક્લિનીકમાંથી જ લાવી હતી. ચોકબજાર પોલીસે ગૌરવની ફરિયાદના આધારે સામુહિક આત્મહત્યાના બનાવમાં માતા-બહેનને ઇન્જેક્શન આપી મોત નીપજાવનાર દર્શના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીઆઈ એ.એ.ચૌધરી કરી રહ્યા છે.

ડોકટરના અભ્યાસમાં ઉંમર વીતી ગયા બાદ દર્શનાના લગ્નની વાત શરૂ કરવાના હતા તે પહેલા જ અંતિમ પગલું

ડોક્ટરનો અભ્યાસ કરનાર દર્શનાનો મોટો ભાઈ કોમ્પ્યુટર હાર્ડવેરની અભ્યાસ કરી લગ્ન કર્યા બાદ પરિવાર સાથે ઠરીઠામ થયો હોય દર્શનાએ તેની ગેરહાજરીમાં અંતિમ પગલું ભર્યું હતું. ડોક્ટર બનવામાં દર્શનાની ઉંમર વીતી ગઈ હતી. તેથી તેના લગ્ન થયા નહોતા. તેને લીધે નાની બહેન ફાલ્ગુનીના પણ લગ્ન કરાયા નહોતા. જોકે, થોડા દિવસોમાં જ દર્શનાના લગ્નની વાત શરૂ કરવાના હતા અને તેના લગ્ન બાદ ફાલ્ગુનીના લગ્ન માટેનું આયોજન હતું. પરંતુ તે પહેલા જ દર્શનાએ અંતિમ પગલું ભર્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s