ઉત્રાણ-ભેસ્તાન વચ્ચે રેલવે ટ્રેક પરના ઝુંપડાવાસીઓને વૈકલ્પિક જગ્યાની માંગ


ઝુપડાઓના
ડિમોલીશન પહેલા ઝુપડપટ્ટી વિકાસ મંડળ બની ગયું ઃ વિપક્ષ આપ અને કોંગ્રેસે લોકોને આવાસ
ફાળવવા માંગણી કરી

સુરત,

સુરતના ઉત્રાણથી ભેસ્તાન વચ્ચે
આવેલી ગેરકાયદે ઝુંપડપટ્ટીના ડિમોલીશન પહેલાં પાલિકાના વિપક્ષ-આપ અને કોંગ્રેસ દ્વારા
 અસરગ્રસ્તોને વેકલ્પીક વ્યવસ્થા આપવાની માગણી
કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પણ પક્ષ દ્વારા ગેરકાયદે ઝુંપડપટ્ટી માટે કોઈ રજુઆત
કરવામાં આવી ન હતી પરંતુ ડિમોલીશન નક્કી થતાં વિપક્ષ દ્વારા આવાસની માગણી કરવામાં આવી
રહી છે.

સુરતના રેલ્વે ટ્રેક પર ઉત્રાણથી
ભેસ્તાન વચ્ચેની વર્ષોથી ગેરકાયદે ઝુંપડપટ્ટી ઉભી કરી દેવામાં આવી છે. આ ઝુંપડપટ્ટીમાં
ગેરકાયદે  પ્રવૃત્તિ થતાં વિવાદ થઈ રહ્યો હતો.
હાલમાં રેલ્વે લાઈનના વિસ્તૃતિકરણના કારણે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હવે ડિમોલીશન નક્કી થઈ ગયું છે ત્યારે રાજકીય પક્ષોમાંે ઝુંપડપટ્ટીની મદદ કરવા માટે
સ્પર્ધા જામી છે.

છેલ્લા બે દિવસથી કોંગ્રેસના માજી
કોર્પોરેટર રેલ્વેની ઝુંપડપટ્ટીના અસરગ્રસ્તોની આગેવાની લઈને વિવિધ જગ્યાએ રજુઆત કરી
રહ્યાં છે. ગઈકાલે સુરતના સાંસદ અને રેલ મંત્રીના ઘરે પ્રદર્શન કર્યું હતું. ત્યાર
બાદ આજે કોંગ્રેસના માજી કોર્પોરેટર પાલિકા કચેરીએ અસરગ્રસ્તોને લઈને આવ્યા હતા. પાલિકાના
વિવિધ યોજના હેઠળ આવાસ બનાવવામાં આવે છે તેમાં અસરગ્રસ્તોને આવાસ આપવાની માગણી કરવામાં
આવી છે.  તાપી નદીના તટપરની ઝુંપડપટ્ટી હટાવીને
જે રીતે આવાસ આપવામાં આવ્યા હતા તે રીતે આવાસ માટેની માગણી થઈ રહી છે. હાલમાં ડિમોલીશન
નક્કી થઈ ગયું હોવાથી ઉત્રાણથી ભેસ્તાન ઝુંપડપટ્ટી વિકાસ મંડળ પણ બની ગયું છે આ મંડળના
નામે વૈકલ્પીક જગ્યાની માગણી થઈ રહી છે.

<

p class=”12News” style=”text-align:justify;”>કોંગ્રેસ દ્વારા રેલ્વે ટ્રેકની
બાજુની ઝુંપડપટ્ટીના અસરગ્રસ્તો માટે વૈકલ્પીક વ્યસ્થાની માગણી થઈ રહી છે તેની સાથે
જ પાલિકાના વિપક્ષ પણ કુદી પડયું છે. આજે વિપક્ષના એક કોર્પોરેટરે પાલિકા કમિશ્નર અને
રેલ્વે મંત્રીને પત્ર લખીને રેલ્વે ઝુંપડપટ્ટીના અસરગ્રસ્તોને માનવતાના ધોરણે વેકલ્પીક
વ્યવસ્થા આપાવની માગણી કરી છે. ટુંકા ગાળાની નોટીસથી રેલ્વે ઝુંપડપટ્ટી ડિમોલીશનનો
આપ દ્વારા વિરોધ કરવામા આવ્યો છે. હાલ ચોમાસામાં ડિમોલીશન ન કરવા સાથે પ્રધાન મંત્રી
અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસની માગણી કરવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s