સુરત: મહાનગરપાલિકાની બેદરકારીથી મોટું આર્થિક નુકસાન


– પાલિકાની સીટી બસમાં મુસાફરોએ ટિકિટ લેવા કરવા પડે છે કાલાવાલા

– સિટી બસના મોટાભાગના મુસાફરો ને પૈસા લઈ ટીકીટ નહિ અપાતી હોવાની ફરિયાદ

સુરત,તા.23 ઓગષ્ટ 2021,સોમવાર

સુરતના રસ્તા પર દોડતી સિટી બસના મોટાભાગના કંડક્ટરો મુસાફરોને ટિકિટ ન આપતા હોવાની વ્યાપક ફરિયાદ થઈ છે. સીટી બસમાં મુસાફરોએ ટિકિટ લેવા માટે કાલાવાલા કરવા પડે તેવા દ્રશ્યો રોજ જોવા મળી રહ્યા છે. મુસાફરો કોઈ પાસે પૈસા લઈને ટિકિટ ન આપતા કંડકટરો સામે કોઈ આકરા પગલા ભરાતા નથી. જેના કારણે સુરત મહાનગરપાલિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

સુરતમાં દોડી રહેલી સીટી બસ હાઉસ ફૂલ દોડી રહી છે તેમ છતાં પાલિકાની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આનું કારણ સુરત મહાનગરપાલિકાની નબળી કામગીરી છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સીટી બસના કેટલાક રૂટો પર મુસાફરો પાસે પૈસા લઈને ટિકિટ આપવામાં આવતી નથી. બસમાં મુસાફરી ઓછા હોય તોપણ કંડકટર સ્ટોપ ન આવે ત્યાં સુધી ટિકિટ માટે આવતા જ નથી. જ્યારે મુસાફરના સ્ટોપ આવે ત્યારે તેની પાસે પૈસા લઈ લેવામાં આવે છે પરંતુ ટિકિટ આપવામાં આવતી નથી. સુરતની મોટાભાગની સીટી બસમાં આ પ્રકારની સ્થિતિ છે તેમ છતાં પાલિકા તંત્ર આટલા પગલાં ભરતું નથી. જાગૃત મુસાફરો પૈસા આપીને ટીકીટની માંગણી કરે છે પરંતુ અનેકવાર ટિકિટ મંગાવ્યા બાદ કન્ડકટર ટીકીટ આપે છે. મુસાફરોએ ટિકિટ માંગવા માટે કાલાવાલા કરવા પડે તેવી સ્થિતિ હોવા છતાં પાલિકા તંત્ર આકરા પગલાં ભરતું નથી. આવી સ્થિતિને કારણે મુસાફરોના પૈસા સીધા કંડકટરના ખિસ્સામાં જાય છે અને પાલિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

ભૂતકાળમાં કેટલાક નગરસેવકોએ મહાનગરપાલિકામાં ચાલતી આ લાલિયાવાડી સામે ઝુંબેશ કરી હતી. થોડો સમય તેનું પરિણામ મળ્યું હતું પરંતુ સુરત સીટી બસમાં ફરી આ પ્રકારની ફરિયાદ વધી રહી છે. સીટી બસ ખીચોખીચ ભરાયેલી હોવા છતાં ટિકિટ ઓછી આપતા પાલિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જો પાલિકા તંત્ર આવા કંડકટરો સામે પગલાં નહીં ભરે તો સીટી બસ બા પાલિકા તંત્રને મોટી ખોટ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s