માતા અને બહેનને ઇન્જેક્શન આપી મહિલા ડૉક્ટરે દવા પી લીધી: માતા-બહેનનું મોત


 – સુરતમાં રક્ષાબંધનના દિવસે ભાઇએ
એક બહેન અને માતા ગુમાવી


 મૂળ ભાવનગરના મહુવાની દર્શના સોડાંગરે
ડિપ્રેશનમાં આવી માતા-બહેનને ઇન્જેક્શન આપી જાતે આપઘાતનો પ્રયાસ કર્યો

– ‘માતા અને બહેન સાથે મારી ખુબ જ
લાગણી છે
, તેઓ મારા વગર રહી શકશે નહીં એટલે ઇન્જેક્શન આપ્યું
છે
દર્શના સોડાંગરે લખેલી ચિઠ્ઠી મળી

        સુરત:

સુરતમાં
રક્ષાબંધનના શુભ દિવસે  કતારગામમાં મહિલા ડૉકટરે
તેની માતા અને શિક્ષકા બહેનને  ઇન્જેક્શન આપી
તેણે જાતે વધુ પડતી ગોળી ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને શિક્ષકા
બહેનનું મોત થયું હતુ.જયારે ડૉક્ટરની સારવાર ચાલી રહી છે.  મહિલા ડૉક્ટર ડિપ્રેશનમાં રહેતી હતી. જોકે તેની
માતા અને બહેન સાથે લાગણી હતી.તેથી બંનેને ઇન્જેકશન આપીને તેણે આ પગલું ભરતા ચકચાર
મચી છે.

પોલીસ
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ મૂળ ભાવનગરના મહુવાના વતની અને હાલમાં કતારગામમાં
ચીકુવાડી ખાતે સહજાનંદ સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના મંજુબેન કાન્તીભાઇ સોડાંગરને
સંતાનમાં પુત્ર ગૌરવ (સોફટવેર હાર્ડવેરના કામ સાથે સંકળાયેલો છે) તથા ૩૦ વર્ષની
પુત્રી ફાલ્ગુની શિક્ષિકા અને ૩૧ વર્ષની દર્શના હોમીયોપેથીક ડૉક્ટર છે. તેમના પતિ
છેલ્લા ઘણા સમયથી મંજુબેનથી અગલ રહીને ધંધો કરે છે. રવિવારે રક્ષાબંધન હોવાથી
મુંબઇ કામ પૂર્ણ કરીને પુત્ર ગૌરવ સવારે ઘરે આવ્યો હતો. તે સમયે ઘરનો આગળનો દરવાજો
બંધ હતો. તેણે ઘણા સમય સુધી ખખડાવ્યો પણ અંદરથી કોઇ જવાબ મળતો ન હતો. આખરે પાછળના
દરવાજાથી તે ઘરમાં ગયો હતો. ત્યારે માતા મંજુબેન સાથે બહેન ફાલ્ગુની અને દર્શનાને
બેભાન હાલતમાં જોઇને હેબતાઇ ગયો હતો. અને તરત જ ત્રણેયને સારવાર માટે ખાનગી
હોસ્પિટલમાં લઇ ગયો હતો. જયાં ફરજ પરના ડૉક્ટરે મંજુબેન અને ફાલ્ગુનીને મૃત જાહેર
કર્યા હતા. જયારે દર્શનાને સારવાર માટે દાખલ કરી છે.

<

p class=”12News”>ચોકબજાર
પોલીસ મથકના પી.આઇ એ.એ. ચૌધરીએ કહ્યું કે
,
દર્શના પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું જીંદગીથી કટાંળી ગઇ છું, જેના કારણે આ પગલું
ભર્યું છે
, માતા અને બહેન સાથે મારી ખુબ જ લાગણી છે. તેઓ
મારા વગર રહી શકશે નહીં
, જેથી માતા અને બહેન ફાલ્ગુનીને
ઇન્જેકશન આપ્યુ હતુ અને મેં વધુ પડતી ગોળી પીને આ પગલું ભર્યું છે
, આની પાછળ કોઇ જવાબદાર નથી. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s