ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદના પગલે અડધો લાખ ક્યુસેક ઇનફલો

– બે
દિવસમાં સપાટી વધીને
327.17 ફૂટે પહોંચી હથનુમાંથી 35 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે

   સુરત

મહારાષ્ટ્રના
હથનુર ડેમ અને કેચમેન્ટમાં ગત દિવસોમાં નોંધાયેલા વરસાદથી ઉકાઇ ડેમમાં પાણીની આવક
ચાલુ રહેતા આજે દિવસના અડધો લાખ કયુસેક ઇનફલો આવવાની સાથે જ સપાટી ૩૨૭ ફૂટને પાર
કરી ગઇ છે. આમ  છેલ્લા બે દિવસમાં સપાટીમાં
દોઢ ફૂટનો વધારો નોંધાયો છે.

ઉકાઇ ડેમના
ઉપરવાસમાં ગત દિવસોમાં મેઘમહેર જોવા મળ્યા બાદ આજે વરસાદ સાવ ધીમો પડયો હતો. વિતેલા
૨૪ કલાકમાં ધુલીયા
, સરનખેડામાં ૧ ઇંચ, સાવખેડામાં અડધો ઇંચ સહિત સાત રેઇનગેજ
સ્ટેશનમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. તો ગત દિવસોમાં પડેલા વરસાદનું અને હથનુર ડેમમાંથી
છોડાતા પાણીની આવક આજે પણ ચાલુ હતી. આજે દિવસના સરેરાશ અડધો લાખ કયુસેક ઇનફલો આવ્યો
હતો. અને સપાટીમાં વધારો થઇને સાંજે સાત વાગ્યે ૩૨૭.૧૭ ફૂટ નોંધાઇ હતી. ગત બે દિવસ
અગાઉ સપાટી ૩૨૫.૭૩ ફૂટ નોંધાઇ હતી. આમ બે દિવસમાં સપાટીમાં દોઢ ફૂટનો વધારો થયો છે.
ઉકાઇ ડેમનું રૃલલેવલ ૩૩૫ ફૂટ અને ભયજનક લેવલ ૩૪૫ ફૂટ છે.

<

p class=”12News”>હથનુર
ડેમમાંથી આજે પણ ૩૫
,૦૦૦ કયુસેક પાણી છોડાતા ઉકાઇ ડેમમાં ધીમીધારે પાણીની આવક  ચાલુ જ રહેશે. જો મેઘરાજા મહેર કરશે તો હેવી
ઇનફલો આવી શકે છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s