સુરત: ઘરને બદલે હોટલોમાં રક્ષાબંધનની ઉજવણીનો નવો ટ્રેન્ડ

રાખડી બાંધવા આવેલી બહેનને સીધું હોટલમાં જમાડી દઈ ઘરની મહિલાને રસોઈમાં આરામ

સુરત, તા. 22 ઓગસ્ટ 2021 રવિવાર

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઘરને બદલે હોટલ કે રેસ્ટોરન્ટમાં જઈને રક્ષાબંધનની ઉજવણીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સુરતમાં શરૂ થયેલા આ નવા ટ્રેન્ડને કારણે રાખડી બાંધવા આવેલી બહેન અને ઘરની વહુને સમયની બચત થવા સાથે વધુ મહેનત કરવી પડતી નથી.

ગત વર્ષે કોરોનાના કારણે અનેક લોકોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. પરંતુ આ વર્ષે સુરતીઓએ મન મૂકીને બળેવની ઉજવણી કરી હતી. સુરતમાં રક્ષાબંધનની ઉજવણી મૂર્હત જોઇને નહિ પરંતુ મહિલાઓને મુશ્કેલી ઓછી થાય તેના એડજસ્ટમેન્ટ સાથે થઈ રહી છે. સુરતમાં બારસના દિવસે શરૂ થયેલી રક્ષાબંધન વાસી બળેવના દિવસે પૂરી થાય છે. 

રક્ષાબંધનના દિવસે પોતાના ઘરની મહિલાઓને રસોઈની મહેનત ન કરવી પડે તેની સાથે રાખડી બાંધવા આવેલી બહેન ને સ્વાદિષ્ટ ભોજન મળે તેવું આયોજન ભાઈઓ કરી રહ્યા છે. રાખડી બાંધવા પોતાના ઘરે આવેલી બહેનને ભાઈઓ સીધા હોટલમાં લઈ જઈ રહ્યા છે. કેટલાક લોકો ઘરે રાખડી બાંધીને બહેન તથા ઘરના સભ્યોને હોટલમાં લઇ જમાડી રહ્યા છે. જ્યારે કેટલાક પરિવાર સીધા હોટલમાં જઇને રક્ષાબંધન કરીને સાથે ભોજન લઇ રહ્યા છે.

હોટલમાં જઈ રક્ષાબંધનની ઉજવણી કરતા ભાઈ એવા શૈલેષ જરીવાળા કહે છે, મારી બહેન વડોદરાથી આવી છે તેને રાખડી બાંધી ને તરત જવાનું હોય છે. ઘરે આવે અને રક્ષાબંધન કરે અને ઘરે જમવાનું બનાવે ત્યારબાદ સાથે ભોજન કરીએ તેમાં બહેન સાથે બેસીને વાતો કરવાનો કે તહેવારની ઉજવણી કરવાનો સમય ઘણો ઓછો મળે છે. જેના કારણે આ વખતે અમે સીધા હોટલમાં જઇને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. 

બહેન સાથે ઘરની મહિલાઓ અને અન્ય સભ્યો પણ આવ્યા હોવાથી અમે ઘણી સારી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી શક્યા છે. આવી જ રીતે અને પરિવારો હવે હોટલ કે રેસ્ટોરન્ટમાં જઈને રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે. સુરતમાં શરૂ થયેલા આ નવા ટ્રેન્ડને કારણે બહેનને સ્વાદિષ્ટ ભોજન મળે છે અને ઘરની મહિલાઓને ભોજન બનાવવાની ઝંઝટ પણ રહેતી નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s