લાંબા સમયથી યોગ્ય કામ નહી મળતા ડિપ્લોમાં મિકેનીકલ યુવાનનો આપઘાત

 

– રક્ષાબંધન ટાણે બહેને એકનો એક ભાઇ ગુમાવ્યો

– મંદિરે જાઉં છું કહી ગયેલા જહાંગીરપુરાનો ધવલ પટેલની બે
દિવસ બાદ નદીમાં લાશ મળીઃ પિતાને પેરાલીસીસ છે
, માતા ગુજરાન ચલાવે છે

        સુરત
:

જહાંગીરપુરા
ખાતે રહેતો  યુવાન બે દિવસ પહેલા મંદિરે
જવાનું કહીને  નીકળ્યા બાદ ગુમ થયો હતો.
આજે  બપોરે  મગદલ્લા ખાતે નદી માંથી તેની લાશ મળી આવી હતી.
લાંબા સમય પહેલા ડિપ્લોમાં મિકેનીકલનો અભ્યાસ કર્યા બાદ તેને યોગ્ય કામ-ધંધો નહી
મળતા બેરોજગાર હતો.

<

p class=”12News”>નવી
સિવિલથી મળેલી વિગત મુજબ જહાંગીરપુરા ખાતે શ્રીધર સોસાયટીમાં રહેતો
26 વર્ષીય ધવલ મુકેશ
પટેલ ગત તા.૧૯મીએ  સવારે ઘરે મંદિરે જવાનું
કહીને નીકળ્યો હતો.  મોડી રાત સુધી ઘરે પરત
નહી આવતા તેના પરિવારજનોએ શોધખોળ આદરી હતી. તેની ભાળ નહી મળતા તેના પરિવારના સભ્યોએ  જહાંગીરપુરા પોલીસ મથકમાં તે ગુમ થવાની ફરીયાદ
નોધાવી હતી. આજે સવારે મગદલ્લા ખાતે રૃઢં નદી કિનારેથી તેનો મૃતદેહ મળી આવ્યો
હતો.  તે એક બહેનનો એકનો એક ભાઇ હતો. તેણે
ઘણા સમય પહેલા ડિપ્લોમાં મિકેનીકલ કર્યુ હતુ. પણ તેણે યોગ્ય કામ ધંધો નહી મળતા
બેકાર હતો. તેના પિતાને પેરાલીસીસ છે. તેની માતા બ્યુટી પાર્લરના કામ કરીને પરિવારનું
ભરણ પોષણ કરે છે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s