ભાડાના મકાનમાં રહીને તૈયારી કરતા બે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષામાં ટોપર

– પિયુષ કલસરી અને જયદીપ હડિયાને કુલ 117.50 માક્સ સાથે 99.99 પર્સેન્ટાઇલઃ અઢી માર્કસ માટે 100 પર્સેન્ટાઇલની
સિદ્ધિ ચૂક્યા

-ત્રણ
બહેનોના એકના એક ભાઇ પિયુષની બહેનોને રક્ષાબંધનની ભેટ

  સુરત

ભાડાના
મકાનમાં રહીને ગુજકેટની તૈયારી કરતા સુરતના વરાછા રોડની પી.પી.સવાણી સ્કુલના બે
વિદ્યાર્થીઓ પિયુષ અને જયદીપ બન્નેએ
120 માર્કસની પરીક્ષામાં 117.50 માર્કસ અને 99.99 પર્સન્ટાઇલ રેન્ક(પી.આર) સાથે ઉર્તીણ થઇને અઢી માર્કસ માટે જ 100 પર્સેન્ટાઇલની સિધ્ધિ ચૂક્યા હતા. બન્ને વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી
આવતા હોવા છતા મહેનત કરીને આ રેન્ક મેળવતા બન્ને વિદ્યાર્થીઓ ગુજરાતના ટોપર હોવાનો
દાવો કરાયો છે.

ગુજકેટના
પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડયો છે. જેમાં પી.પી.સવાણી સ્કુલના બે
વિદ્યાર્થીઓ પિયુષ રમેશ કલસરીયા અને જયદીપ રમેશ હડિયા બન્નેએ કુલ
120 માર્કસની પરીક્ષામાં
સરખેસરખા માર્કસ
117.50 અને 99.99 પી.આર
મેળવ્યા હતા. બન્ને વિદ્યાર્થીઓ ગુજરાતમાં ફર્સ્ટ હોવાનો સ્કૂલે દાવો કર્યો છે.
બન્ને વિદ્યાર્થીઓ સ્કુલમાં સાથે જ તૈયારી કરતા હતા.

પિયુષ
કલસરીયા ત્રણ બહેનોને એકને એક ભાઇ છે. તેણે કહ્યું કે
, આજના રિઝલ્ટ સાથે
બહેનોને વિશિષ્ટ ભેટ આપી છે. પિયુષના પિતા હીરા મજુરીનું કામ કરે છે. અને હાલ પુણા
ગામમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે વસવાટ કરે છે. ત્રણ બહેનો પૈકી એક બહેન
એમબીબીએસ
, બીજી બહેન બીડીએસ અને ત્રીજી બહેન ધોરણ-9 માં અભ્યાસ કરે છે. પિયુષે કહ્યું, મોટી બહેનને
જોઇને મારે પણ ડોકટર બનવું છે.

વિદ્યાર્થી
જયદીપ હડિયા પણ સરખે સરખા જ માર્કસ સાથે ઉર્તીણ થયો છે. પિતા છૂટક ગ્લાસ ફિલ્મની
મજુરી કામ કરે છે. અને જયદીપ પણ પરિવાર સાથે પુણામાં ભાડાના મકાનમાં રહે છે.
જયદીપનો મોટો ભાઇ પણ બીડીએસમાં અભ્યાસ કરી રહ્યો છે. આ બન્ને વિદ્યાર્થીઓ ભાડાના
મકાનમાં રહીને તૈયારી કરી ટોપર આવીને પુરવાર કર્યું છે કે
, અથાગ મહેનતનો કોઇ
વિકલ્પ નથી. ભલે ગમે તેટલી સુવિધા હોય તો પણ જો મહેનત નહીં કરાયો તો સિધ્ધિ મળતી
નથી.

            

ફિઝીકસ 38.75     38.75

કેમેસ્ટ્રી   40.00     38.75

બાયોલોજી 38.75    40.00

માર્કસ   117.50    117.50

<

p class=”12News” style=”margin:0 2.85pt .0001pt;”>પી.આર  99.99     99.99

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s