જહાંગીરપુરા, પુણામાં શ્રાવણીયો જુગાર રમતા મહિલા, 11 વૃદ્ધ સહિત 19 ઝબ્બે

– જહાંગીરપુરામાં વૃદ્ધના ફ્લેટમાં જુગાર રમતા મહિલા સહિત 9 ઝડપાયા

– પુણામાં મકાનના ધાબા પર જુગાર રમતા 8 વૃદ્ધ સહિત 10 ઝડપાયા

સુરત, : સુરતના જહાંગીરપુરામાં ફ્લેટમાં અને પુણામાં મકાનના ધાબા ઉપર શ્રાવણીયો જુગાર રમતા મહિલા, 11 વૃદ્ધ સહિત 19 ને સ્થાનિક પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.2.58 લાખ, રૂ.1.08 લાખના 14 મોબાઈલ ફોન અને રૂ.2.05 લાખની મત્તાના 8 ટુ વ્હીલર કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જહાંગીરપુરા પોલીસે શુક્રવારે સાંજે નક્ષત્ર નેબ્યુલા બિલ્ડીંગ નં.એ/2 ફ્લેટ નં.1104 માં રહેતા 57 વર્ષીય વૃદ્ધ ઉદયસીંગ ભરૂભાઇ ડાભીને ત્યાં છાપો મારી ત્યાં શ્રાવણીયો જુગાર રમતા ઉદયસીંગ ઉપરાંત બે વૃદ્ધ શંભુભાઇ લક્ષ્મણભાઇ ચાવડા ( ઉ.વ.61 ), નરેન્દ્રભાઇ દોલતભાઇ પટેલ ( ઉ.વ.58 ), મહિલા ચંદ્રીકાબેન મુકેશભાઇ પટેલ ( ઉ.વ.45 ) તેમજ બીલીમોરાના વેપારી જયપ્રકાશ જીવનભાઇ કેવટ ( ઉ.વ.45 ), કિશોરભાઇ દેવજીભાઇ ઘોરી ( ઉ.વ.38 ), હીરા દલાલ રાજેશ ભુદરભાઇ ભલગામળીયા ( ઉ.વ.42 ), હીરા દલાલ રમણીક ખીમજીભાઇ ચાવડા ( ઉ.વ.46 ), વેપારી પ્રવિણભાઇ વલ્લભભાઇ પાંચાલી ( ઉ.વ.52 ) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.2,42,060, રૂ.92 હજારની કિંમતના 9 મોબાઈલ ફોન અને રૂ.1.30 લાખની કિંમતના પાંચ બાઈક-મોપેડ મળી કુલ રૂ.4,64,060 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ ટોળું વળી માસ્ક વિના તેમજ સોશ્યલ ડિસ્ટન્સ વિના જુગાર રમતા હોય પોલીસે તેમના વિરુદ્ધ એપિડેમિક એક્ટ મુજબ અને જાહેરનામાના ભંગ મુજબ પણ કાર્યવાહી કરી હતી.

પુણા પોલીસે શુક્રવારે સાંજે પુણા ગામ અંજની સોસાયટી ઘર નં.93 માં રહેતા 68 વર્ષીય મનસુખલાલ જીવનલાલ વાધેલા ( દરજી ) ના મકાનના ધાબા પર છાપો મારી ત્યાંથી મનસુખલાલ ઉપરાંત મોહનભાઈ મુળજીભાઈ પાણખણીયા ( કુંભાર ) ( ઉ.વ.60 ), રણછોડભાઈ મથુરભાઈ નકુમ ( આહીર ) ( ઉ.વ.72 ), મનસુખભાઈ ગોરધનભાઈ પરમાર ( લુહાર ) ( ઉ.વ.58 ), ભગવાનભાઈ હરિભાઈ ગજેરા ( પટેલ ) ( ઉ.વ.64 ), ભીખાભાઈ ગોકલભાઈ રાણપરીયા ( પટેલ ) ( ઉ.વ.73 ), મહીપતરામ આનંદરામ હઠીનારાયણ ( મહારાજ ) ( ઉ.વ.68 ), મોહનભાઈ દેવસીભાઈ વાઢેર ( દરજી ) ( ઉ.વ.68 ) તેમજ બેકાર સમીર ઉર્ફે બોમ્બે મનસુખભાઈ વાધેલા ( દરજી ) ( ઉ.વ.28 ), બેકાર શૈલેષ નારાયણભાઈ મકવાણા ( લુહાર ) ( ઉ.વ.41 ) ને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.15,750, રૂ.16,500 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને રૂ.75 હજારની કિંમતની ત્રણ બાઇક મળી કુલ રૂ.1,07,250 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જહાંગીરપુરામાં જુગાર રમતા પહેલા તમામે અમુક રકમ અલગ કરી રૂ.1 લાખ સેઈફ તરીકે ઉદયસિંગના એક્ટીવાની ડિકીમાં મૂકી હતી

જહાંગીરપુરા પોલીસે કબજે કરેલા રોકડા રૂ.2,42,060 પૈકી રોકડા રૂ.1 લાખ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલા ઉદયસિંગના એક્ટીવાની ડિકીમાંથી મળ્યા હતા. પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે જુગાર રમતા પહેલા તમામે અમુક રકમ અલગ કરી રૂ.1 લાખ સેઈફ તરીકે ઉદયસિંગના એક્ટીવાની ડિકીમાં મૂકી હતી. જેથી બાદમાં કોઈક હારી જાય તો તેની ચૂકવણીમાં સમસ્યા નહીં સર્જાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s