ક્લેઈમ નકારનાર વીમા કંપનીને વ્યાજ સહિત વળતર ચુકવવા હુકમ-સુરત

સુરત ગ્રાહક કોર્ટના હુકમથી નારાજ થઈ વીમા કંપનીએ કરેલી અપીલને સ્ટેટ કમિશને અંશતઃ મંજુર કરી કુલ 7.50 લાખને બદલે 4.5 લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ કર્યો

વાવાઝોડાના
લીધે મીલની ચીમનીને થયેલા નુકશાનીનો ક્લેઈમે નકારનાર વીમા કંપનીને વ્યાજ સહિત વળતર
ચુકવવા સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એસ. જે. શેઠના હુકમથી નારાજ
થઈને તેની કાયદેસરતાને પડકારતી વીમા કંપનીની અપીલને સ્ટેટ કમિશનના ન્યાયિક સભ્ય
એમ.જે.મહેતાએ અંશતઃ મંજુર કરી છે.સ્ટેટ કમિશને સુરત ગ્રાહક કોર્ટનો ચુકાદાનાં
વળતરની રકમમાં આંશિક ફેરફાર કરીને 7.50 લાખને બદલે 4.53 લાખ સાત ટકાના વ્યાજ સહિત
ચુકવવા હુકમ કર્યો છે.

સચીન જીઆઈડીસી
સ્થિત રીટા ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના ફરિયાદી સંચાલકે ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ
કંપની પાસેથી પોતાના મીલના બિલ્ડીંગ
,પ્લાન્ટ,મશીનરી સ્ટોક વગેરેનો સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશ્યલ
પેરીલ્સ તરીકે ઓળખાતો વીમો ઉતરાવ્યો હતો.જે અમલમાં હોવા દરમિયાન તા.2-10-12
ના રોજ સાંજે સુરતમાં તોફાની પવન તથા ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા મીલની
ચીમની તુટી પડી હતી.જ્યારે બોઈલર હાઉસના માળખાને નુકશાન જતાં ફરિયાદીએ વીમા ંકપનીને
જાણ કરતા સર્વેયર વિપુલ શાહે બીજા દિવસે મિલની મુલાકાત લઈને કુલ રૃ.7.10 લાખ રીપેરીંગ
ખર્ચનો અંદાજ આપ્યો હતો.પરંતુ વીમા કંપનીએ તા.29-7-13ના રોજ સર્વેયરના રિપોર્ટમાં મુજબ
ચીમનીને વાવાઝોડાથી નહીં પરંતુ મંદ મંદ પવનના કારણે નુકશાન થયું હોઈ ક્લેઈમ નકારી કાઢ્યો
હતો.

જેથી
વીમાકંપનીની ગ્રાહક સેવામાં ખામી બદલ ફરીયાદીએ શ્રેયશ દેસાઈ મારફતે સુરત ગ્રાહક
કોર્ટમાં ફરિયાદ કરી હતી.ફરીયાદપક્ષે પોતાની ફરિયાદના સમર્થનમાં ઈન્ડીયન
મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટના હવામાનની આગાહી તથા ગુજરાત સમાચારના સુરતના વાવાઝોડા
સંબંધિત અહેવાલને પણ રજુ કર્યો હતો.જેથી સુરત ગ્રાહક કોર્ટ ફરીયાદીની ચીમનીને ભારે
પવનો તથા વરસાદને કારણે નુકશાન થયાનું જણાવી વીમાદારને રૃ.7.50 લાખનું વળતર વ્યાજ
સહિત ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.જેનાથી નારાજ થઈ વીમા કંપનીએ નીચલી
અદાલતના ચુકાદાની કાયદેસરતાને અમદાવાદ સ્થિત સ્ટેટ કમિશનમાં પડકારી હતી.પરંતુ
સ્ટેટ કમિશને માત્ર વળતરની રકમમાં આંશિક ફેરફાર કરીને સુરત ગ્રાહક કોર્ટના વળતર
ચુકવવાના હુકમને કાયદેસરનો ઠેરવી કાયમ રાખ્યો હતો.

વાવાઝોડાને મંદ મંદ પવન ગણાવી ક્લેઈમ નકારનાર વીમા કંપનીએ સાત
વર્ષનું વ્યાજ ચુકવવા પડયું

      સુરત

સુરતની
ડાઈંગ મીલની ચીમનીને વાવાઝોડાથી થયેલા નુકશાનીને ક્લેઈમને સર્વેયરના રિપોર્ટ મુજબ મંદ
મંદ પવન ગણાવીને ક્લેઈમ નકારનાર વીમા કંપનીને સુરત ગ્રાહક કોર્ટે સેવામાં ખામી બદલ
રૃ.7.50 લાખ વ્યાજ સહિત વળતર ચુકવવા હુકમ કર્યો હતો.તેમ છતાં વીમા કંપનીએ તેની કાયદેસરતાને
સ્ટેટ કમિશનમાં પડકારી નીચલી કોર્ટનો હુકમ રદ કરવા માંગ કરી હતી.જો કે સ્ટેટ કમિશને
નીચલી કોર્ટનો વાદગ્રસ્ત હુકમ કાયદેસરનો ઠેરવી વળતરની રકમમાં આંશિક ફેરફાર કર્યો હતો.પરંતુ
વીમા કંપનીની અપીલના લીધે તેને વળતરની રકમ વાર્ષિક  ટકા લેખે સાત વર્ષના વ્યાજ સહિત
ચુકવવાની નોબત આવી પડી હતી.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s